બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Darshil Thakkar of Patan died in an accident in the city of Houston America

દુઃખદ / USAમાં જ કરાશે દર્શિલ ઠક્કરના અંતિમ સંસ્કાર: રસ્તો ક્રોસ કરતાં સમયે થયો હતો એક્સિડેન્ટ, ઉપરથી પસાર થઈ ગઈ હતી 14 ગાડીઓ

Malay

Last Updated: 01:19 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં અકસ્માતમાં પાટણના દર્શિલ ઠક્કરનું મૃત્યુ, અમેરિકામાં જ કરાશે દર્શિલ ઠક્કરના અંતિમ સંસ્કાર.

  • પાટણના દર્શિલ ઠક્કર નામના યુવાનનું અમેરિકામાં મૃત્યુ
  • ડોક્ટરની સલાહને ધ્યાને લઈ અંતિમ સંસ્કાર અમેરિકામાં કરાશે
  • દર્શિલ ઠક્કરના માતા-પિતા સહિત ચાર સભ્યો અમેરિકા રવાના

અમેરિકામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા પાટણના દર્શિલ ઠક્કરના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે. જેથી દર્શિલ ઠક્કરના માતા-પિતા સહિત ચાર સભ્યો અમેરિકા જવા રવાના થયા છે. મહત્વનું છે કે, ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયેલા દર્શિલને રોડ ક્રોસ કરતી વખતે કારચાલકે અડફેટે લીધો હતો. જેમાં તેનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.
 
રોડ ક્રોસ કરતી વખતે કારે મારી ટક્કર
ગુજરાતના પાટણ શહેરનો રહેવાસી દર્શિલ ઠક્કર 4 મહિના માટે ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ફરવા ગયો હતો. ગત 29 જુલાઈના રોજ અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં દર્શિલ મિત્ર સાથે ફરવા નીકળ્યો હતો. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં દર્શિલ સિગ્નલ બંધ હતું ત્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો, આ દરમિયાન અચાનક સિગ્નલ ચાલું થઈ ગયું હતું. આ દરમિયાન એક કારે દર્શિલને ટક્કર મારી હતી અને પછી 14 જેટલી ગાડીઓ તેના ઉપરથી પસાર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં દર્શિલ ઠક્કરનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. 

મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોક
મિત્રએ જ ગુજરાતમાં દર્શિલના પરિવારજનોને તેના મૃત્યુના દુઃખદ સમાચાર આપ્યા હતા. દર્શિલના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જે બાદ પરિવારજનોએ મૃતદેહને ભારત લાવવા માટે અધિકારીઓ સાથે સંપર્ક કર્યો હતો, પરંતુ મૃતદેહની હાલત ખરાબ હોવાને કારણે તેને ભારત મોકલવો સંભવ નથી. જેથી દર્શિલના માતા-પિતા સહિત ચાર સભ્યો અમેરિકા જવા રવાના થયા છે. 

મૃતક દર્શિલ ઠક્કર

ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો દર્શિલ 
મહત્વનું છે કે, પાટણનો દર્શિલ ટુરિસ્ટ વિઝા પર ચાર મહિના માટે અમેરિકા ફરવા ગયો હતો અને તે 26 સપ્ટેમ્બરના રોજ ઘરે પરત આવવાનો હતો. આ પહેલા જ તેનું અમેરિકામાં અકસ્માતમાં મોત નિપજ્યું છે. 

અમદાવાદના વર્સિલ પટેલનું પણ થયું હતું મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જુલાઈમાં કેનેડામાં રોડ અકસ્માતમાં અમદાવાદના વર્સિલ પટેલ (ઉં.વ 19)નું મૃત્યુ નિપજ્યું હતું. વર્સિલ પટેલ હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયો હતો. તે કેનેડાના ઓન્ટારિયો પ્રોવેન્સના બેરી શહેરમાં રહેતો હતો. વર્સિલ પટેલ સર્કલ કે કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરતો હતો. તે 21 જુલાઈ રોજ દરરોજની જેમ ચાલીને નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે એક કારે તેને ટક્કર મારી હતી. રોડ અકસ્માતમાં વર્સિલ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેનું મોત નિપજ્યું હતું.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ