બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / DAP and NPK fertilizers prices Increase Gujarat bjp congress farmers

ગુજરાત / યુક્રેન-રશિયા યુદ્ધ સહિતના વૈશ્વિક કારણોથી ખાતરના ભાવ વધ્યા, કેન્દ્રને રજૂઆત કરીશું : કૃષિમંત્રી રાઘવજી પટેલ

Hiren

Last Updated: 05:51 PM, 1 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાતરના ભાવમાં વધારો આવતાની સાથે જ ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના નેતાઓ અને ખેડૂત નેતાઓ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.

  • મોંઘવારીના માર વચ્ચે ખેડૂતો માટે માઠા સમચાર
  • ડીએપીમાં 150 રૂ. અને એનપીકેમાં 285 રૂ. ભાવમાં વધારો 
  • 17મી માર્ચે જ સંઘાણીએ કહ્યું હતું ભાવ વધારો આવશે 

થોડા દિવસ અગાઉ જ ખાતરમાં અસહ્ય ભાવ વધારાના સંકેત અપાયા હતા. રાજકોટ ખાતે ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, ખાતરમાં મોટો ભાવ વધારો આવશે. ત્યારે હવે આજે ખાતરમાં ભાવ વધારો થઇ ચૂક્યો છે. હવે ડીએપી ખાતરમાં રૂ.150નો ભાવ વધારો અને NPKમાં રૂ. 285નો ભાવ વધારો થયો છે. હવે ડીએપીની બોરી રૂ. 1350 ભાવમાં મળશે અને હવે NPK ખાતર રુ. 1470 રુપિયામાં મળશે.

ખાતરના ભાવ અંગે હવે ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના નેતાઓ અને ખેડૂત નેતાઓ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે જાણો કોણે શું કહ્યું...

ભાવ વધારો કેન્દ્રનો વિષયઃ કૃષિમંત્રી રાઘવજી પટેલ
ખાતરના ભાવ અંગે ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન કરતા જણાવ્યુ હતું કે યુક્રેન-રશિયા યુદ્ધ સહિતના વૈશ્વિક કારણો કારણભૂત છે. તેમજભાવ વધારો કેન્દ્રનો વિષય છે. આ અંગે કેન્દ્રમાં રજુઆત કરીશું. 

ખેડૂતને નુકશાન, નુકશાન, નુકશાન સિવાય કંઇ નથી : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર
તો આ તરફ કોંગ્રેસના ગુજરાત પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે ચૂંટણી સુધી ભાવ વધારો - ભાવ વધારોની વાત થશે. હાલ ખાતર, ટ્રેક્ટર, જંતુનાશક દવાઓના ભાવ ત્રણ ગણા થયા છે. 20 વર્ષ પહેલા ઘઉં, બાજરી, ચોખાનો ભાવ કેટલો હતો અને અત્યારે શું છે ?. ખેડૂતને નુકશાન, નુકશાન, નુકશાન સિવાય કંઇ નથી.

ખેડૂતો ખેતી છોડવા મજબુર બને તેવા સતત પ્રયત્ન : કોંગ્રેસ નેતા આંબલિયા
ખાતરના ભાવ મુદ્દે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ કહ્યું કે, સરકાર સંવેદનહીન થઈ ગઈ છે. ખેડૂતો ખેતી છોડવા મજબુર બને તેવા સતત પ્રયત્ન છે. ખાતરમાં સતત ભાવ વધારો કરીને ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાતર ઉત્પાદક કંપનીઓને સબસીડી આપવા છતા ભાવ વધારો કેમ? 1 લાખ 35 હજાર કરોડની સબસીડી છતાં ખાતરમાં ભાવ કેમ? સતત અને ક્રમિક ભાવ વધે છે તો સબસીડી શા માટે ?

આંતરાષ્ટ્રીય સ્થતિ સુધારતા ભાવ ઘટશે તે ચોકક્સ છેઃ ભાજપ નેતા મહેશ કસવાલા
ભાજપના સંગઠન મંત્રી મહેશ કસવાલાએ નિવેદન કર્યુ હતું કે ખાતરના ભાવ વધારો થયો તે વાત સ્વીકારીએ છીએ. બે વર્ષની કોરોનાની મહમારી અને આંતરરાષ્ટ્રીય કારણે ભાવ વધારો થયો છે. આંતરાષ્ટ્રીય સ્થતિ સુધારતા ભાવ ઘટશે તે ચોકક્સ છે. 

ખેડૂતોની આવક તો ડબલ નથી થઈ પરંતુ ખર્ચ જરૂર વધ્યોઃ કોંગ્રેસ નેતા મનિષ દોશી
ખાતરના ભાવ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ઉગ્ર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે ખેડૂત, ખેતીને બરબાદ કરતા પગલાં સરકાર ભરે છે. ખેડૂતોની આવક તો ડબલ નથી થઈ પરંતુ ખર્ચ જરૂર વધી ગયો છે. ઉપરથી DAP ખાતરમાં 150 નો ભાવ વધારો કરાયો છે. ખાતરમાં કરાયેલ ભાવ વધારો સરકાર તાત્કાલિક પરત ખેંચે.

ખેડૂતો માથે ખાતર ભાવ વધારો અસહ્ય છેઃ દિલીપ સખિયા
ખાતરના ભાવ વધારા મામલે કિસાન નેતા દિલીપ સખીયાએ કહ્યું કે, ખેડૂતો માથે ખાતર ભાવ વધારો અસહ્ય છે. સરકારે ભાવ વધારા પર અંકુશ રાખવો જોઇએ.

સરકારે ભાવ વધારો પાછો ખેંચવો જોઈએઃ ખેડૂત
ખેડૂતોનું કહેવું છે કે વારંવાર ભાવ વધારા કરવાના કારણે તેમને ખેતીમાં નુકશાન જઈ રહ્યું છે. ખૂબ મહેનત કરવા છતાં પણ યોગ્ય ભાવ નથી મળતા અને વારંવાર ખાતર બિયારણના ભાવ વધારાનો બોજ ખેડૂતો પર વધતા હવે ખેતી કરવી મોંઘી બની ચૂકી છે. ખેડૂતોની સરકાર જોડે માંગ છે કે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કર્યો છે તે ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ.

17મી માર્ચે જ સંઘાણીએ કહ્યું હતું ભાવ વધારો આવશે 
ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડના પ્રમુખ દિલીપ સંઘાણીએ રાજકોટ ખાતે મીડિયાને સંબોધતા સંકેત આપતાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ખાતરના ભાવમાં મોટો વધારો આવશે. ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ધીમે ધીમે સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. પહેલા ક્રુડ ઓઈલના ભાવ વધતાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વાધારાની શક્યતાની વચ્ચે 17 મી માર્ચે રાજકોટ ખાતે ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડના પ્રમુખ દિલીપ સંઘાણીએ મીડિયાને સંબોધતા સંકેત આપ્યો હતો કે, આગામી દિવસોમાં ખાતરના ભાવમાં મોટા વધારો આવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, 2014માં ખાતર ઉપર 70 હજાર કરોડની સબસીડી આપવામાં આવી હતી. જેની સામે ગત વર્ષે સરકારે 1.35 લાખ કરોડની સબસીડી સરકારે ખેડૂતને આપી છે. આમ ફરી એક ખાતરના ભાવ વધતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

ભારત યુક્રેનમાંથી મોટી માત્રામાં રાસાયણિક ખાતરની આયાત કરે છે
મહત્વનું છે કે, રશિયા વિશ્વના એમોનિયમ નાઈટ્રેટના બે તૃતીયાંશ ઉત્પાદન કરે છે. રશિયા વિશ્વમાં તેનો સૌથી મોટો નિકાસકાર છે. તેના પુરવઠામાં વિક્ષેપને કારણે, વિશ્વભરમાં પાકનું ઉત્પાદન મોંઘું થશે. તેનાથી ખાદ્ય ફુગાવો વધવાની શક્યતા છે. અમેરિકામાં ખાદ્ય ફુગાવો 6 ટકાની ઉપર પહોંચી ગયો છે. ભારત યુક્રેનમાંથી મોટી માત્રામાં રાસાયણિક ખાતરની આયાત કરે છે. તેના પુરવઠામાં વિક્ષેપને કારણે દેશમાં ખાતરની અછત સર્જાઈ શકે છે. એટલું જ નહીં, મોટાભાગના ફર્ટિલાઈઝર પ્લાન્ટ હવે કોલસાને બદલે ગેસ પર શિફ્ટ થઈ ગયા છે. યુક્રેનથી ગેસ પુરો પાડવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ