બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:27 AM, 16 April 2026
ઘણીવખત જ્યારે જીવનમાં મુશ્કેલીઓ વધે છે ત્યારે આપણે તેનું કારણ ખરાબ ગ્રહોને માનીએ છીએ. પરંતુ હકીકતમાં આપણી રોજિંદી આદતો પણ નસીબને ઘણી હદ સુધી અસર કરે છે. જ્યોતિષ મુજબ મોટા ઉપાયો અથવા પૂજા-પાઠ કરતા નાની-નાની સારી આદતો અપનાવીને પણ ગ્રહોને સંતુલિત કરી શકાય છે. તો ચાલો જાણીએ કે કઈ આદતો તમારી કિસ્મત બદલી શકે છે.
ADVERTISEMENT
જ્યારે તમે કોઈ ઓળખ અથવા વખાણની અપેક્ષા વગર કામ કરો છ ત્યારે તમને અંદરથી શાંતિ મળે છે. આ આદત ધીમે ધીમે તમારી ઓળખ મજબૂત બનાવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રોજ રાત્રે તમારા ડર અથવા ચિંતાઓ કાગળ પર લખવું ફાયદાકારક છે. તેનાથી મનનો બોજ ઓછો થાય છે અને વિચારો સ્પષ્ટ બને છે.
ADVERTISEMENT
રોજ થોડી કસરત કરવાથી શરીર અને મન બંને શાંત રહે છે. તેનાથી ગુસ્સો ઓછો થાય છે અને ઊર્જા યોગ્ય દિશામાં વપરાય છે.

ADVERTISEMENT
જો તમે 21 દિવસ સુધી કોઈની નિંદા કરતા નથી તો તમારી વાતોમાં અસર વધે છે અને લોકો તમને વધુ ગંભીરતાથી સાંભળે છે.
ADVERTISEMENT
તમે જે કંઈ નવું શીખો તેને બીજા સાથે શેર કરો. તેનાથી તમારું જ્ઞાન મજબૂત થાય છે અને વિચારોનો વિસ્તાર થાય છે.

આ પણ વાંચોઃ આજે 48 કલાક માટે બનશે ચતુર્ગ્રહી યોગ, આ રાશિઓ પર વરસશે લક્ષ્મી-કુબેરની કૃપા
દિવસની શરૂઆત સૌથી મુશ્કેલ કામથી કરો તો આત્મવિશ્વાસ વધે છે અને તમે આખો દિવસ વધુ સારી રીતે કામ કરી શકો છો.
મોબાઇલ અથવા સોશિયલ મીડિયા જેવી આદતોમાંથી થોડા દિવસ માટે બ્રેક લો. તેનાથી તમારી ઇચ્છાશક્તિ મજબૂત બને છે.

અઠવાડિયામાં એક દિવસ 30 મિનિટ શાંતિથી બેસો. તેનાથી મન સ્થિર બને છે અને ફોકસ વધે છે.
આ સરળ આદતો અપનાવીને તમે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકો છો. ધીમે ધીમે આ આદતો તમારી વિચારસરણી અને જીવન બંનેને વધુ સારું બનાવી દેશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.