બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / daily digital transactions worth Rs 20,000 crore by bhim upi says pm modi in mann ki baat
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 24 એપ્રિલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ને સંબોધિત કર્યો હતો. આ માસિક રેડિયો કાર્યક્રમનો આ 88મો એપિસોડ છે.
"મન કી બાત" એ વડાપ્રધાનનું માસિક રેડિયો સંબોધન છે, જે દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે. એક અઠવાડિયા પહેલા, ગયા રવિવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના છેલ્લા એપિસોડ પર આધારિત એક મેગેઝિન શેર કર્યું હતું. વડાપ્રધાને લોકોને આજે તેમના રેડિયો સંબોધનમાં ભાગ લેવા પણ કહ્યું હતું. આવો, જાણીએ આજે તેમણે શું કહ્યું.
ADVERTISEMENT

પીએમ મ્યુઝિયમની વાત
ADVERTISEMENT
PM મોદીએ મન કી બાતમાં કહ્યું કે દેશને નવું મ્યુઝિયમ મળ્યું છે. પીએમ મ્યુઝિયમમાંથી વડાપ્રધાનો સાથે જોડાયેલી રસપ્રદ માહિતી મળી રહી છે. આનાથી લોકોમાં ઈતિહાસ વિશેનો રસ વધ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે pm સંગ્રહાલયને લઈને સૌથી વધારે પત્ર મળ્યા છે.
બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી પર સંગ્રહાલયનું લોકાર્પણ થયું તે મોટી વાત છે એવું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
ADVERTISEMENT
તેમણે કહ્યું હતું કે લોકો હોંશે હોંશે સંગ્રહાલયોને ભેટ અને દાન આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હવે રજાઓમાં તમે પણ મિત્રો સાથે સંગ્રહાલય જરૂર જઈ આવજો. કોવિડ મહામારી બાદ ડીજિટલાઈઝેશન પર ખાસ જોર આપવામાં આવ્યું છે.
દેશમાં દરેક જિલ્લામાં 75 જળાશય બનશે
ADVERTISEMENT
આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે 75 વર્ષ આઝાદીના ઉજવી રહ્યા છીએ તો એની ઉજવણી સ્વરૂપે દરેક જિલ્લામાં 75 જળાશયો બનાવવામાં આવશે એવું પણ PM મોદી બોલ્યા હતા.
People should go for 'Cashless Dayout', now even in small villages & town people are using UPI. It's benefitting both shopkeepers & customers. Online payments are developing a digital economy, everyday Rs.20,000 Cr online transactions are taking place: PM Modi during Mann Ki Baat pic.twitter.com/C7ld1jRGqi
— ANI (@ANI) April 24, 2022
ADVERTISEMENT
ટેક્નોલોજીથી સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન
પીએમ મોદીએ કહ્યું કે કેવી રીતે ટેક્નોલોજીની શક્તિ સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે, તે આપણે આપણી આસપાસ સતત જોઈ રહ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં, BHIM UPI ઝડપથી આપણી અર્થવ્યવસ્થા અને આદતોનો એક ભાગ બની ગયું છે. હવે નાના શહેરો અને મોટાભાગના ગામડાઓમાં પણ લોકો UPI દ્વારા જ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે.
अब छोटे गांवों और कस्बों में भी लोग UPI का उपयोग कर रहे हैं। इससे दुकानदारों और ग्राहकों दोनों को फायदा हो रहा है। ऑनलाइन भुगतान एक डिजिटल अर्थव्यवस्था विकसित कर रहा है, रोज़ाना 20,000 करोड़ रुपए का ऑनलाइन लेनदेन किया जा रहा है: मन की बात के दौरान PM pic.twitter.com/DPZ7lRwEou
— ANI_HindiNews (@AHindinews) April 24, 2022
પીએમ મોદીએ કહ્યું કે પાણીની ઉપલબ્ધતા અને પાણીની અછત, તે કોઈપણ દેશની પ્રગતિ અને ગતિ નક્કી કરે છે. તમે એ પણ નોંધ્યું હશે કે 'મન કી બાત' માં, સ્વચ્છતા જેવા વિષયો સાથે, હું ચોક્કસપણે પાણી સંરક્ષણ વિશે વારંવાર વાત કરું છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.