બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / DA DR of central employees will increase by 31 percent salary will increase by Rs 30,000 from September

મોટી જાહેરાત / કેન્દ્રીય કર્મચારીઓના પગારને લઈને 2 મહિનામાં આવશે મોટી ખુશખબર

Arohi

Last Updated: 06:42 PM, 12 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થુ મળે છે.

  • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર 
  • આ તારીખ પહેલા DA,DRમાં વધારો થશે 
  • કેટલી વધશે મંથલી સેલેરી? 

કેન્દ્રીય કર્મચારીઓ માટે આ વખતે દિવાળી અને દશેરા બન્ને ખૂબ જ શાનદાર જવાના છે. કારણ કે તેમના ખાતામાં DA, DRની મોટી રકમ જમા થવાની છે. એક રિપોર્ટ અનુસાર DA, DRમાં વધારો 1 જુલાઈથી લાગુ માનવામાં આવશે અને તેની ચુકવણી દશેરા પહેલા કરી દેવામાં આવશે. 

કેટલી વધશે મંથલી સેલેરી? 
એવામાં આ વાતનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થુ વધ્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓની મંથલી સેલેરીમાં કેટલો વધારો થશે? એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કર્મચારીઓની મંથલી સેલેરીમાં 3000 રૂપિયાથી લઈને 30,000 રૂપિયા સુધીનો વધારો થશે. સેલેરીમાં વધારો કર્મચારીઓના પે-સ્કેલ પર આધાર રાખે છે. 

જુલાઈમાં 3 ટકા વધશે DA 
મહત્વનું છે કે શ્રમ મંત્રાલયે મે 2021ના All India Cousumer Price Indexના આંકડા આપ્યા છે. જે અનુસાર મે 2021ના ઈન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો થયો છે. જેનાથી તે 120.6 પર પહોંચી ગયું છે. જ્યારે જૂનના આંકડાની રાહ છે જેમાં મોટા વધારાની આશા છે. કારણ કે DAમાં 4 ટકાના વધારો જોઈએ તો તે 130 હોવો જોઈએ. પરંતુ એક મહિનામાં AICPIના આંકડા ઉછળવા શક્ય નથી. માટે તે જુલાઈમાં DAમાં વધારો 3 ટકા કરતા વધારે નહીં થાય. 

31% થઈ જશે DA
હાલના સમયમાં 7માં વેતન આયોગ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થુ મળશે. જ્યારે પાછલા ત્રણ હપ્તાનો DA વધારો થઈ જશે ત્યારે તે સીધો 28 ટકા થઈ જશે. તેમાં જાન્યુઆરી 2020માં DA 4 પરસેન્ટ હતુ. ત્યાર બાદ બીજી છ મહિના એટલે કે જુલાઈ 2020માં 3 ટકા થયો અને જાન્યુઆરી 2021માં તે વધીને 4 થયો. જો હવે જુલાઈ 2021માં પણ તે 3 ટકા વધી જાય તો કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરથી 31 પરસેન્ટ (17+4+3+4+3) થઈ જશે. 

સરકાર 30,000 કરોડ ખર્ચ કરશે 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2022માં DA,DRમાં વધારાને લઈને 30,000 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. રાજ્યો પર પણ આ પ્રકારે લગભગ 60,000 કરોડ રૂપિયા ખર્ચ થવાની સંભાવના છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સની બેસિક સેલેરી 23,000 રૂપિયાથી શરૂ થઈને વધુમાં વધુ 2.25 લાખ રૂપિયા સુધી હશે. આશા છે કે સરકાર DA, DRમાં વધારાની તૈયારી સીઝન પહેલા આપશે.  


 

સંકળાયેલા મુદ્દાઓ

DA Dr central employees કેન્દ્ર સરકાર પગાર વધારો central employees
Arohi
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ