બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone Biparjoy is likely to hit the coast on June 15
Last Updated: 12:14 AM, 13 June 2023
ADVERTISEMENT
ભયંકર બિપોરજોય વાવાઝોડું ઉત્તર તરફ આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ ચક્રવાતને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે, બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
14 જૂનથી વાવાઝોડાની ગતિ ઓછી થવાની સંભાવના
કચ્છના જખૌ અને નારાયણ સરોવરની આસપાસ વાવાઝોડું લેન્ડ ફોલ કરી શકે છે તેમજ 15 જૂને રાત્રે પાકિસ્તાનના કરાંચી અને જખૌ વચ્ચે ટકરાશે. 14 જૂને બિપરજોય દ્રારકાના દરિયામાં સ્થિર જોવા મળશે અને દ્વારકાથી 300 કિમી દૂર દરિયામાં વાવાઝોડું થોડા સમય માટે સ્થિર થશે. વિગતો મુજબ મંગળવારે સાંજે દ્વારકાથી 300 કિમી દૂર જમણી તરફ વાવાઝોડું કચ્છ તરફ વળાંક લેશે અને 14 જૂનથી વાવાઝોડાની ગતિ ઓછી થવાની સંભાવના છે. મંગળવારે વાવાઝોડની ગતિ અતિભારેથી ભારેમાં પરિવર્તિત થશે અને મંગળવારે સાંજે બિપરજોયની ગતિ 140 કિમી પ્રતિ કલાકની થાય તેવી શક્યતાઓ છે. બિપરજોય કચ્છમાં જમીન તરફ આવશે ત્યારે ગતિમાં ઘટાડો થવાની સંભાવના છે. કચ્છના જખૌમાં 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બિપરજોયની રાજસ્થાનના જોધપુર સુધી અસર જોવા મળશે.
ADVERTISEMENT
મોરબી અને દ્વારકામાં 9 નંબરનું સિગ્નલ
મોરબી જિલ્લાના નવલખી બંદરે 9 નંબરનું સિગ્નલ મુકવા આદેશ આપવામાં આવ્યો છે.ગઈકાલ સુધી નવલખી બંદરે 4 નંબરનું સિગ્નલ હતું આજે સંભવીત વાવાઝોડાની અસરને લઇ સિગ્નલ બદલી 9 નંબરનું કરાયું છે. લોકોને સુરક્ષિત સ્થળે જવા તેમજ માછીમારોને કોઈપણ સંજોગોમાં દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ સિવાય દ્વારકા જિલ્લાના ઓખા,સલાયા,વાડીનાર બંદર પર પણ 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તો બીજી તરફ બંદર પર લંગારેલી તમામ બોટોને સલામત સ્થળે રાખવા, માછીમારોને દરિયો ન ખેડવા, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતમાં 3 નંબરનું સિગ્નલ
બિરોપજોય વાવાઝોડાની વધી રહેલી અસરને જોતાં દક્ષિણ ગુજરાતના તમામ બંદોર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અમરેલીનાં જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળતા 3 નંબરનું સિગ્નલ લગાવાયું.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.