બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Current because of Kyarr cyclone, weather forecast department issues new information
ADVERTISEMENT
સૈારાષ્ટ્ર અને દક્ષિાણ ગુજરાતના વિસ્તારોમાં પવન અને વરસાદની આગાહી કરવામાં આવી
અરબી સમુદ્રમાં લો પ્રેશર હવે સુપર સાયકલોનમાં પરિવર્તિત થયુ છે. હાલ આ ક્યાર નામનું વાવાઝોડુ મુંબઈથી દરિયામાં 980 કીલોમીટર દૂર દરિયામાં છે ત્યારે સૈારાષ્ટ્ર અને દક્ષિાણ ગુજરાતના વિસ્તારોમાં પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સહેલાણીઓ દરિયાની નજીક જઈ જીવના જોખમે દરિયાની મોજ માણી રહયા છે
વાત કરીએ પોરબંદરની તો પોરબંદરના દરિયામાં પણ છેલ્લા ૩ થી ૪ દિવસથી કરંટ જોવા મળી રહયો છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. જ્યારે બીજી તરફ બંદર પર 2 નંબરનું સિગ્નલ આજે ચોથા દિવસે પણ યથાવત રાખવામાં આવ્યુ છે. પોરબંદરમાં ચોપાટી ખાતે ઊંજા મોજા ઉછળી રહયા છે અને દરિયો તોફાની જોવા મળી રહયો છે તેમ છતા અંહી ફરવા આવતા લોકો દરિયાની નજીક જઈ સેલ્ફી લેતા નજરે ચડયા હતા. હાલ દરિયો તોફાની હોય ત્યારે દરિયા કિનારાથી દુર રહેવા તંત્ર ધ્વારા પણ અનુરોધ કરવામાં આવ્યો છે તેમ છતા સહેલાણીઓ દરિયાની નજીક જઈ જીવના જોખમે દરિયાની મોજ માણી રહયા છે.
ADVERTISEMENT
વરસાદની આગાહી, ઠંડીનું જોર પણ વધશે
ADVERTISEMENT
રાજ્યમાં ક્યાર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. જોકે હજુ પણ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ આવે તેવી શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. એક નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. જ્યારે ક્યાર વાવાઝોડાના કારણે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ આવે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છમાં વરસાદ આવે તેવી શક્યતા છે. ક્યાર વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવવાના કારણે વેરાવળ, પોરબંદર, અમરેલીના બંદરો પર બે નંબરનું સિગ્નલ અપાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.