બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / Cryptocurrency Prices today: Cryptocurrency Prices 30 September 2021

તેજી / ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે ઉથલપાથલ બાદ મળી રાહત, Binance Coin સહિત જુઓ શેમાં શેમાં જોરદાર ઉછાળો

Published By: Parth

Last Updated: 04:21 PM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત બીજા દિવસે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. સતત ડાઉન ચાલી રહેલા માર્કેટમાં હવે ફરીથી તેજી નોંધાઈ રહી છે.

  • ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ફરી જોવા મળી તેજી 
  • ગ્લોબલ માર્કેટનાં ભાવમાં જોવા મળ્યો ઉછાળો 
  • ચીને લગાવેલ પ્રતિબંધ બાદ ડાઉન હતું માર્કેટ

સતત બીજા દિવસે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ચીનના ક્રિપ્ટોકરન્સી પર લગાવવામાં આવેલ પ્રતિબંધ બાદ આખા માર્કેટમાં મોટી ઉથલપાથલ મચી ગઈ હતી. સતત ડાઉન ચાલી રહેલા માર્કેટમાં હવે ફરીથી તેજી નોંધાઈ રહી છે. 

ગુરુવારે ગ્લોબલ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં 3.69 ટકાનો વધારો નોંધાયો હતો જે બાદ માર્કેટ 1.9 ટ્રિલિયન ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. ટોટલ ક્રિપ્ટોકરન્સી માર્કેટ છેલ્લા 24 જ કલાકમાં 91.84 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે જેમા 0.07 ટકાનો ઘટાડો સામે આવ્યો છે. 

બિટકોઇનમાં સવારે વધારે તેજી જોવા મળી હતી જોકે બાદમાં આ તેજી નહીવત જેટલી રહી ગઈ છે. બિટકોઇનમાં 0.09 ટકાની મામૂલી તેજી જોવા મળી છે જે બાદ માર્કેટ પ્રાઇસ હાલમાં 33.5 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ગયા મહિને બિટકોઇનમાં જોરદાર તેજી જોવા મળી હતી અને રેકોર્ડબ્રેક કમાણી બાદ પ્રાઇસમાં જોરદાર કડાકો થયો હતો. જે બાદ આખું ક્રિપ્ટોકરન્સી માર્કેટ કડડભૂસ થઈ ગયું હતું. 

સૌથી મોટી વાત કહી શકાય કે Binance Coinમાં 11.27 ટકાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને તે 29,500 રૂપિયા પર વેચાઈ રહ્યો છે. Tetherમાં 0.25નો કડાકો જ્યારે Polkadotમાં 5.20 ટકાની તેજી નોંધાઈ છે. 

Ether ક્રિપ્ટોકરન્સીમાં પણ આજે સારી એવી તેજી જોવા મળી રહી છે, આજે Ether 2,31,780 રૂપિયા પર વેચાઈ રહ્યો છે અને 3.01  ટકાની તેજી જોવા મળી રહી છે. આ સિવાય XRPમાં પણ 4.82 ટકા અને Cardanoમાં 2.68 ટકાનો વધારો નોંધાયો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Cryptocurrency Cryptocurrency prices today bitcoin Cryptocurrency

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ