બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Cryptocurrency prices today: Bitcoin falls to $45,000 after massive crash, Ether tumbles 15%
ADVERTISEMENT
ક્રિપ્ટોકરન્સી માર્કેટ પડ્યું
છેલ્લા કેટલાક અઠવાડિયામાં ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં રોકાણકારોને જે ફાયદો થયો છે તે બધા જ એક દિવસમાં જ ડૂબી ગયા છે. જ્યાં બીટકોઈનમાં આશરે 17 ટકા જ્યારે ઈથેરીયમ જેવી કિંમતીમાં કરન્સીમાં પણ ભારે પછડાટ જોવા મળી રહ્યો છે. ડોગકોઈન સિવાય કેટલીય કરન્સી ક્રેશ થઈ ગઈ છે. જાનક્સરો અનુસાર સંબંધિત કંપનીઓના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ક્રિપ્ટોના માર્કેટમાં ભૂકંપ આવી ગયો છે.
બિટકોઇનમાં ભયંકર ધોવાણ
નોંધનીય છે કે સાલ્વાદોર દેશમાં બિટકોઇનને લીગલ ટેન્ડર તરીકે માન્યતા આપવામાં આવી. જે બાદ આખા દેશમાં હવે જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય અન્ય બ્લોકચેન સંબંધિત કંપનીઓના શેર પણ પડી ગયા છે.
ADVERTISEMENT
કયા કયા કોઇન્સ થયા કડડભૂસ
24 જ કલાકમાં બિટકોઇન 17 ટકા નીચે આવી ગયો છે. મંગળવારે બિટકોઇન 51629.75 ડોલર પર હતું જે આજે 42921.27 ડોલર પર પહોંચી ગયા છે. બીજી તરફ ઈથેરીયમમાં પણ 13 ટકાનો ઘટાડો સામે આવી રહ્યો છે. 24 જ કલાકમાં ડોગકોઈનની કિંમતમાં પણ 15 ટકાનો ઘટાડો સામે આવ્યો છે. અન્ય કોઈનની વાત કરીએ તો બિનાન્સ કોઇન્સમાં 16 ટકાનો ઘટાડો થઈ રહ્યો છે. લાઇટ કોઈન પણ 16 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. પોલીગનમાં પણ 19 ટકાનો ઘટાડો થઈ રહ્યો છે. થેટામાં સૌથી વધારે 25 ટકાનું ધોવાણ સામે આવ્યું છે.
પોપ્યુલર ક્રિપ્ટોકરન્સીના લેટેસ્ટ ભાવ
ADVERTISEMENT
| Cryptocurrency | Price (US Dollar) | 24-hour change | Market cap (Billion) | Volume (24 Hours) |
| Bitcoin | 45,712.22 | -13.17% | $859.82 | $3.19 billion |
| Ether | 3,355.80 | -14.50% | $393.29 | $3.15 billion |
| Dogecoin | 0.24719 | -18.38% | $32.39 | $5.23 billion |
| Litecoin | 174.64 | -20.61% | $11.96 | $5.96 billion |
| XRP | 1.06 | -22.85% | $105.73 | $10.99 billion |
| Cardano | 2.34 | -16.13% | $75.62 | $10.85 billion |
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.