બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / crude oil prices dive 31 sensex loses more than 1600 points

કડાકો / સેન્સેક્સના ઈતિહાસમાં સૌથી મોટો કડાકો, પણ YES Bankના શેરનો ભાવ જોઈ સૌ કોઈ અચંબિત

Published By: Intern

Last Updated: 02:07 PM, 9 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1991માં ખાડી યુદ્ધ દરમિયાન કાચા તેલના ભાવમાં ઘટાડો થયો હતો. ત્યારબાદ હાલમાં કાચા તેલમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. હકકીતમાં મોટા તેલ ઉત્પાદક રાષ્ટ્રોએ ઉત્પાદનમાં કાપ મૂકવાને લઈને સહમતિ ન લેવાના કારણે સાઉદી અરેબિયાએ કિંમતને લઈને યુદ્ધ છેડી દીધું છે.

  • શેર બજારમાં કડાકો 
  • કાચા તેલના ભાવમાં સતત ઘટાડો
  • યસ બેંકના શેરના ભાવમાં વધારો

 

શેર બજારમાં સતત ઘટાડો વધતો જાય છે. અને દુનિયાના પ્રમુખ તેલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનના કાપને લઈને સહમતિ ન બનાવી શકવાના કારણે સાઉદી અરબે કિંમતનું યુદ્ધ છેડી દીધું છે. ત્યારબાદ કાચા તેલના ભાવમાં 31%નો ઘટાડો થયો છે. અને આ ઘટાડો 1991માં ખાડી યુદ્ધમાં આવેલા ઘટાડા બાદ આ સૌથી મોટો ઘટાડો છે.

કોરોના વધતા જતાં મામલાના કારણે બજાર પર ખુબ મોટી અસર પડી છે. અને જ્યારે યસ બેંકની ઘટના પણ રોકાણકારોને હેરાન કરી રહી છે. પરંતુ આજે યસ બેંકનો શેર જ એવો દેખાઈ છે જે રોકાણકારનો ડર થોડો દુર કરી શકે છે. અને શેરમાં 24% નો વધારો દેખાઈ છે. 

હજુ ઘટશે કાચા તેલનો ભાવ


આર્ગસ મીડિયાના અજલિન અહમદ કહે છે કે ઓપેક+ સાથે વાત ન બનવાથી બજાર હેરાન થઈ રહ્યું છે. અને અહમદે કહ્યું કે આવનારા દિવસોમાં કાચા તેલનો ભાવ હજુ ઘટશે પરંતુ કેટલો ઘટશે તે કહી શકાય નહિ.

સવારે 11 વાગ્યે આસપાસ સેંસેક્સ 1600થી વધારે ઘટાડા સાથે 35,937.60 પર પહોચી ગયો છે. જ્યારે તે 1 વાગ્યે આસપાસ 2000 પોઈન્ટ્સ નીચે જોવા મળ્યો છે. ઇન્ડેક્સ પર દરેક શેરોમાં લાલ નિશાન દેખાઈ રહ્યું છે. સૌથી વધારે ઘટાડો રિલાયન્સ અને ઓએનજીસીના શેરમાં જોવા મળી રહ્યો છે.

યસ બેંકના શેરમાં વધારો


સંકટમાં ફસાયેલી યસ બેંકના ગ્રાહકોને સરકારના આશ્વાસન અને RBIના પ્લાનના કારણે રોકાણકારમાં થોડો હાશકારો થયો છે. શુક્રવારે શેર ખુબ નીચે ચાલ્યો ગયો હતો. જ્યારે હવે નિફ્ટી પર આ શેર 34% ઉપર જોવા મળી રહ્યો છે. અને 16.60 થી હવે યસ બેંકનો શેર 20.95 થઈ ગયો છે.

કોરોનાનો ડર હજુ વધ્યો


ઇટલી, ફ્રાંસ, જર્મનીમાં કોરોનાને લઈને ચિંતા વધી રહી છે. ઇટલીમાં કોરોનાના કારણે 100થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ઈરાનમાં 49 લોકોના મૃત્યુ થયા છે. અને ચીનમાં અત્યાર સુધી 3119 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ ભારતમાં પણ કોરોનાને લઈને દિવસેને દિવસે કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Crude oil Yes Bank nifty sensex stock market કોરોના વાયરસ ક્રુડ ઓઈલ Stock Exchange

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ