બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:37 PM, 13 September 2025
IND vs PAK Asia Cup 2025: યુએઇ સામે ભારતની શાનદાર જીત બાદ ભારતીયો ભારત-પાકિસ્તાનની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શોએબ અખ્તરે 14 સપ્ટેમ્બરે એશિયા કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ અંગે તેનું કહેવું છે કે ભારત સરળતાથી પાકિસ્તાનને હરાવી દેશે.
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર શરૂ થવામાં હવે માત્ર થોડા જ કલાકો બાકી છે. એશિયા કપ 2025માં આ રોમાંચક મુકાબલો રવિવાર, 14 સપ્ટેમ્બરે થશે. ભારતીય સમય મુજબ આ મેચ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. એ પહેલા શોએબ અખ્તરે સ્વીકાર્યું છે કે ભારતીય ટીમ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાનને સરળતાથી હરાવી શકે છે.

ADVERTISEMENT
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચને રમતગમતની દુનિયાની સૌથી મોટી મેચોમાં સ્થાન આપવામાં આવે છે, પરંતુ તેમની છેલ્લી કેટલીક ટક્કર એકતરફી રહી છે. અખ્તરે એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર ચર્ચા કરતી વખતે કહ્યું હતું કે યુદ્ધ પછી આ પહેલી ભારત-પાકિસ્તાન મેચ હશે, તેથી લાગણીઓ ચરમસીમાએ છે. જ્યારે કોઈએ અખ્તરને કહ્યું કે મેચની બધી ટિકિટો વેચાઈ નથી, ત્યારે આ સમાચારે પાકિસ્તાની દિગ્ગજને ચોંકાવી દીધો.

ADVERTISEMENT
રાવલપિંડી એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત શોએબ અખ્તરે પણ સ્વીકાર્યું કે ટીમ ઈન્ડિયાને હરાવવું ખૂબ મુશ્કેલ હશે. તેમાં કોઈ શંકા નથી કે ભારતીય ટીમ દરેક ક્ષણે પાકિસ્તાનને નીચે લાવવાનો પ્રયાસ કરશે. અખ્તરે સ્વીકાર્યું કે ભારત સામે એશિયા કપ મેચ જીતવી પાકિસ્તાની ટીમ માટે ખૂબ જ મુશ્કેલ કાર્ય હશે.
આ પણ વાંચોઃ સ્પોર્ટસ / એક રુપિયાનો પણ ખર્ચ નહીં થાય, ભારત-પાકિસ્તાનની મેચ મફતમાં જોવી હોય તો કરો આ કામ
ADVERTISEMENT
શોએબ અખ્તર કઈ રણનીતિ અપનાવોત?
શોએબ અખ્તરે કહ્યું કે તે નવો બોલ હસન અલીને આપત. તે જ હસન અલી, જેને ઓમાન સામે પ્લેઈંગ ઈલેવનમાં પણ સ્થાન મળ્યું ન હતું. છતાં અખ્તરે કહ્યું, "જો હું ત્યાં હોત તો મેં નવો બોલ હસન અલીને આપ્યો હોત કારણ કે તેણે આવી સ્થિતિમાં બોલિંગ કરી છે. પાકિસ્તાન ટીમે પ્રથમ 4 ઓવરમાં ટીમ ઈન્ડિયા પર દબાણ લાવવાનો પ્રયાસ કરવો પડશે."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.