બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / એક રુપિયાનો પણ ખર્ચ નહીં થાય, ભારત-પાકિસ્તાનની મેચ મફતમાં જોવી હોય તો કરો આ કામ
Last Updated: 05:27 PM, 13 September 2025
Asia Cup 2025: જો તમે ક્રિકેટના દીવાના છો, તો Asia Cup 2025ના આ સમાચાર આપના માટે ખુશીના સમાચાર સાબિત થશે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાનની મેચ, જે દર વખતે ધમાલ મચાવે છે. હવે તમે ઘરે બેઠા ફોન પર મફતમાં આ મેચ જોઈ શકશો. જી હાં, સોની લિવ પર લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે, પણ અલગથી તેના માટે સબ્સક્રિપ્શન લેવાની જરૂર નથી.
ADVERTISEMENT
જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા એટલે કે વીઆઈએ એવા સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે, જેમાં સોની લિવનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળી રહ્યું છે. ખાલી 95 રૂપિયાથી શરુ થતા આ પ્લાન્સથી તમે આખી ટૂર્નામેન્ટની મજા લઈ શકશો, આવો આ પ્લાન્સની ડિટેલ્સ વિશે જાણીએ.
જિયોના શાનદાર પ્લાન્સ
ADVERTISEMENT
જિયોમાં તમે 445 રૂપિયાનો પ્લાન લઈ લો, તો દરરોજ 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ, રોજ 100 ફ્રી એસએમએસ અને સોની લિવ, ઝી5, ડિસ્કવરી પ્લસ જેવી કેટલીય ઓટીટી ફ્રી મળશે, જિયોની 9મી વર્ષગાંઠ ઓફર્સ પણ તેમાં જોડાઈ જાય છે. વેલિડિટી 56 દિવસની છે, 175 રૂપિયાનો ડેટા પેક છે, જેમાં 10 જીબી ડેટા અને અનલિમિટેડ કોલ, ફ્રી એસએમએસ અને સોની લિવ, ઝી5 જેવી એપ્સ 84 દિવસ માટે ફ્રી છે.
વધુ વાંચો: કેપ્ટનથી લઇને કોચ સુધી..., છેલ્લી T20ની સરખામણીએ જુઓ કેટલી બદલાઇ ભારત-પાકિસ્તાનની ટીમ?
ADVERTISEMENT
એરટેલ પ્લાન્સ
એરટેલ પાસે કેટલાય ઓપ્શન છે. એક 979 રૂપિયાનો પ્લાન છે, જેમાં એરટેલ એક્સસ્ટ્રીમ પ્લે પ્રીમિયમ મળે છે. તેનાથી સોની લિવ ઉપરાંત 22થી વધારે ઓટીટી એપ્સ ફ્રી આવે છે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, રોજ 2 જીબી ડેટા, ફ્રી એસએમએસ અને અનલિમિટેડ 5જી ડેટા પણ મળે છે. વેલિડિટી 84 દિવસની છે. જો બજેટ ઓછું છે, તો 449 રૂપિયાનો પ્લાન છે, તેમાં ડિઝ્ની હોટસ્ટાર સાથે એક્સસ્ટ્રીમ પ્લે પ્રીમિયમ અનલિમિટેડ કોલ અને રોજ 4 જીબી ડેટા 28 દિવસ માટે મળે છે. 279 રૂપિયાનો પ્લાન પણ શાનદાર છે, જેમાં એક્સસ્ટ્રીમ પ્લે, નેટફ્લિક્સ, ઝી5 અને ડિઝ્ની હોટસ્ટાર ફ્રી છે. સાથે જ મહિના ભરનું 1 જીબી ડેટા. સૌથી સસ્તું 181 રૂપિયાનો ડેટા પેક છે, જેમાં 15 જીબી ડેટા અને 22 ઓટીટી એપ્સનું એક્સેસ એક મહિના માટે. સોની લિવ તેમાં સામેલ છે.
ADVERTISEMENT

Vi પ્લાન્સ
ADVERTISEMENT
વીઆઈનો 175 રૂપિયાનો પ્લાન 10 જીબી ડેટા 28 દિવસ માટે આવે છે. સાથે જ ઝી5, સોની લિવ જેવી એપ્સ ફ્રી, 95 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન છે, જેમાં 4જીબી ડેટા 14 દિવસ માટે અને સોની લિવનું સબ્સક્રિપ્શન. 248 રૂપિયાનો પ્લાન 6 જીબી ડેટા એક મહિનો આપે છે. ડિઝ્ની હોટસ્ટાર અને સોની લિવ ફ્રી. 154 રૂપિયાનો પ્લાન 2 જીબી ડેટા એક મહિનાનો છે. ઝી5, સોની લિવ, સન એનએક્સટી જેવી એપ્સ ફ્રી, આ પ્લાન્સથી ન ફક્ત મેચ જોવાની મજા ડબલ થઈ જશે, પણ ડેટા અને કોલિંગની ચિંતા પણ દૂર થઈ જશે. બસ રિચાર્જ કરી લો અને સોની લિવ એપ ડાઉનલોડ કરી લાઈવ સ્ટ્રીમિંગ એન્જોય કરી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.