બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કેપ્ટનથી લઇને કોચ સુધી..., છેલ્લી T20ની સરખામણીએ જુઓ કેટલી બદલાઇ ભારત-પાકિસ્તાનની ટીમ?

Asia Cup 2025 / કેપ્ટનથી લઇને કોચ સુધી..., છેલ્લી T20ની સરખામણીએ જુઓ કેટલી બદલાઇ ભારત-પાકિસ્તાનની ટીમ?

Published By: Shilpa Parmar

Last Updated: 04:58 PM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાને હવે થોડા જ કલાકો બાકી રહ્યા છે. ભારતીય ટીમ જોશમાં જોવા મળી રહી છે, જોકે, 2024ના ટી20 વર્લ્ડ કપ અને હવેની ટીમમાં ઘણો ફેરફાર જોવા મળે છે અને બંને દેશોની ટીમોમાં પણ બદલાવ આવી ચૂક્યો છે. જાણો કેપ્ટનથી લઇને કોચ સુધી ટીમમાં કેટલો બદલાવ આવ્યો છે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે દુબઈમાં એશિયા કપનો મુકાબલો થવાનો છે. આ વર્ષે આ બીજી મેચ હશે જ્યારે બંને ટીમો આમને-સામને આવશે.

જોકે, બંને દેશો વચ્ચેના સંબંધો હાલ ખુબ જ તણાવભર્યા છે અને આ મેચનો વિરોધ પણ થઈ રહ્યો છે. પરંતુ ખેલાડીઓનું ધ્યાન માત્ર રમત પર જ કેન્દ્રિત છે અને બંને ટીમો આ મેચને લઈ જોશમાં દેખાય રહી છે.

2024 વર્લ્ડ કપમાં પણ થઈ હતી શાનદાર ટક્કર

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 ફોર્મેટમાં છેલ્લો મુકાબલો 2024 વર્લ્ડ કપમાં ન્યૂયોર્કમાં થયો હતો, જ્યાં ભારતે છ રનથી જીત મેળવી હતી. પરંતુ 2024ના વર્લ્ડ કપની ટીમોની તુલનામાં હવે ઘણો બદલાવ આવી ગયો છે. ભારતે છેલ્લી વાર રોહિત શર્માની આગેવાનીમાં મેચ રમી હતી, જ્યારે પાકિસ્તાનની કમાન બાબર આઝમ પાસે હતી.

હવે રોહિત ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઈ ચૂક્યા છે અને બાબરને એશિયા કપની ટીમમાં સ્થાન મળ્યું નથી. એટલે કે આ વખતની મેચમાં બંને ટીમો નવા કેપ્ટનની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે. ભારતની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળી રહ્યા છે, જ્યારે પાકિસ્તાનની કેપ્ટનશીપ સલમાન અલી આગા કરી રહ્યા છે. બંને ટીમોએ ગ્રુપ સ્ટેજમાં પોતાની પહેલી મેચ જીતી લીધી છે.

બંને ટીમમાં મોટો બદલાવ

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા મુકાબલાની તુલનામાં બંને ટીમોમાં હાલ મોટો બદલાવ જોવા મળે છે. એશિયા કપ માટેની ભારતીય ટીમમાં આઠ ખેલાડીઓ એવા છે જે 2024ના વર્લ્ડ કપની ટીમમાં પણ હતા. જેમાંથી છ ખેલાડીઓએ પાકિસ્તાન સામેની પ્લેઈંગ-11માં સ્થાન મેળવ્યું હતું.

સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદિપ સિંહ, સંજુ સેમસન અને કુલદીપ યાદવ, આ બધા તે ટીમનો ભાગ હતા. જેમાં સેમસન અને કુલદીપ સિવાયના છ ખેલાડીઓ પાકિસ્તાન સામે મેદાનમાં રમ્યા હતા.

બીજી તરફ, પાકિસ્તાનની ટીમમાં સૌથી વધારે બદલાવ જોવા મળ્યો છે. ભારત સામેના છેલ્લા મુકાબલાની તુલનામાં માત્ર પાંચ ખેલાડીઓ જ ફરીથી આ વખતે ટીમમાં છે. ફખર ઝમાન, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, અબરાર અહમદ અને સૈમ અયૂબ – આ ખેલાડીઓ 2024ના વર્લ્ડ કપની ટીમમાં પણ હતા અને હાલ પણ એશિયા કપમાં છે. જોકે, ફખર ઝમાન, શાહીન આફ્રિદી અને હરિસ રઉફને જ છેલ્લા મુકાબલામાં પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું હતું.

માત્ર ખેલાડીઓ જ નહીં, બંને ટીમોના કોચ પણ બદલાઈ ગયા છે. 2024ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનના કોચ ગૅરી કિર્સ્ટન હતા, જ્યારે ભારતના કોચ રાહુલ દ્રવિડ હતા. હવે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર છે, જ્યારે પાકિસ્તાનના કોચ માઈકલ જેમ્સ હેસન છે.

2024 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની ટીમ

પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ , શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ , મોહમ્મદ સિરાજ, અર્શદિપ સિંહ.

બેચ: યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન, કુલદીપ યાદવ, યશસ્વી જૈસવાલ.

કોચ: રાહુલ દ્રવિડ

2025 એશિયા કપ માટે ભારતની ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપકેપ્ટન), તિલક વર્મા, રીંકુ સિંહ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અભિષેક શર્મા, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદિપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.

2024 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની ટીમ

પ્લેઈંગ-11: મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), ઉસ્માન ખાન,ફખર ઝમાન, શાદાબ ખાન, ઇફ્તિખાર અહમદ , ઇમાદ વસીમ,શાહીન આફ્રિદી , હરિસ રઉફ, નસીમ શાહ, મોહમ્મદ આમિર.

બેંચ : અબરાર અહેમદ , સૈમ અયૂબ, અબ્બાસ આફ્રિદી, આઝમ ખાન.

કોચ: ગેરી કર્સ્ટન

2025 એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ

સલમાન આગા (કેપ્ટન), ફખર ઝમાન, ખુશદિલ શાહ, સૈમ અયૂબ, હસન નવાઝ, હુસૈન તલત, ફહીમ અશરફ, મોહમ્મદ નવાઝ , મોહમ્મદ હરિસ (વિકેટકીપર), સાહિબજાદે ફરહાન (વિકેટકીપર), હસન અલી, હરીસ રઉફ, અબરાર અહમદ, સલમાન મિર્ઝા, સુફિયાન મુકીમ, મોહમ્મદ વસીમ , શાહીન આફ્રિદી.

હવે કોણ વધુ મજબૂત?

પાકિસ્તાન સામે છેલ્લા કેટલાક વર્ષોથી દરેક ફોર્મેટમાં ભારતનું પ્રભુત્વ રહ્યું છે. ભારતીય ટીમમાં ભલે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ નથી, તેમ છતાં ભારતનું પલડું પાકિસ્તાન કરતાં ભારે લાગે છે. UAE સામે ભારતે જેમ બોલિંગ પછી ધમાકેદાર બેટિંગ કરી 58 રનનો સ્કોર ફક્ત 27 બોલમાં મેળવી લીધો હતો તે દર્શાવે છે કે ટીમ કેટલા જોશમાં ક્રિકેટ રમી રહી છે.

વધુ વાંચો : એશિયા કપમાં પ્રથમવાર પાક. વિરૂદ્ધ રમશે આ 5 ભારતીય ખેલાડીઓ! જુઓ લિસ્ટ

બીજી તરફ, ઓમાન સામે પાકિસ્તાનની બેટિંગ અપેક્ષા મુજબ ન હતી, પરંતુ બોલર્સના દમ પર ટીમે મેચ સરળતાથી જીતી લીધી હતી. આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ બંને ટીમ આમને-સામને આવી હતી. તે મેચ 50 ઓવરની હતી અને ભારતે તેમાં જીત મેળવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs Pakistan Asia Cup 2025 India Pakistan Dubai T20 Match

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ