બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / પાકિસ્તાન પણ કરશે T20 વર્લ્ડ કપનો બહિષ્કાર, બાંગ્લાદેશની એક્ઝિટ પર નકવીની ICCને ધમકી
Last Updated: 07:41 PM, 24 January 2026
T20 Cricket World Cup 2026: ટી20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બાકાત રાખવાના આઇસીસીના નિર્ણયથી પાકિસ્તાનને મરચી લાગી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. પાકિસ્તાનમાં મીડિયા સાથે વાત કરતા મોહસીન નકવીએ કહ્યું હતું કે બાંગ્લાદેશ સાથે અન્યાય થયો છે અને આઇસીસીએ બેવડા ધોરણો અપનાવવા જોઈએ નહીં.
ADVERTISEMENT
પીસીબીના ચેરમેન મોહસીન નકવીએ કહ્યુ કે આઇસીસીએ બાંગ્લાદેશ સાથે અન્યાય કર્યો છે અને બેવડા ધોરણો અપનાવવામાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે બાંગ્લાદેશે કોઈપણ કિંમતે વર્લ્ડ કપ રમવો જોઈએ અને પાકિસ્તાન સરકાર આ બાબતે અંતિમ નિર્ણય લેશે. નકવીએ એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન આઇસીસી કરતાં તેની સરકાર પર વધુ વિશ્વાસ કરે છે.

ADVERTISEMENT
મોહસીન નકવીએ જણાવ્યું હતું કે તેમણે આઇસીસી બોર્ડની બેઠક દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "મેં આઇસીસીની બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે તમે બેવડા ધોરણો ના અપનાવી શકો. એક દેશ માટે એક નિર્ણય એક બીજા દેશ માટે બીજો નિર્ણય આપી શકાય નહીં. તેમણે ભાર મૂક્યો હતો કે બાંગ્લાદેશે કોઈપણ કિંમતે વર્લ્ડ કપ રમવો જોઈએ, કારણ કે તે ટુર્નામેન્ટમાં એક મુખ્ય અને મહત્વપૂર્ણ હિસ્સેદાર છે."
પીસીબી વડાએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન આઇસીસીના સમાન સભ્યો છે અને તેમની સાથે અલગ રીતે વ્યવહાર કરી શકાતો નથી. તેમણે કહ્યું, "બાંગ્લાદેશ પાકિસ્તાનની જેમ જ સભ્ય છે. જો તમે ભારતને પાકિસ્તાન કરતાં પ્રાથમિકતા આપી છે, તો બાંગ્લાદેશ સાથે પણ આ જ અભિગમ અપનાવવો જોઈએ."
ADVERTISEMENT
પાકિસ્તાને આઇસીસીને ધમકી આપી
મોહસીન નકવીએ એમ પણ કહ્યું હતું કે કોઈ પણ દેશ બીજા પર પોતાનો નિર્ણય લાદી શકે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે જો આવું થશે, તો પાકિસ્તાન તેના વલણ પર અડગ રહેશે. તેમણે કહ્યું હતું કે, "એક દેશ બીજાને આદેશ આપી શકશે નહીં. જો આવું થશે, તો પાકિસ્તાન તેના વલણ પર અડગ રહેશે."
ADVERTISEMENT
તો શું પાકિસ્તાન પણ વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે?
મોહસીન નકવીએ કહ્યું, "આ પાકિસ્તાન સરકારનો નિર્ણય છે, અને અંતિમ નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા લેવામાં આવશે." તેમણે એમ પણ ઉમેર્યું કે પાકિસ્તાન પાસે દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે અનેક વિકલ્પો છે. તેમણે કહ્યું, "અમારી પાસે પ્લાન A, પ્લાન B, પ્લાન C અને પ્લાન D છે, તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી."
ADVERTISEMENT

આઇસીસીની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવતા પીસીબીના વડાએ કહ્યું કે પાકિસ્તાન આઇસીસી કરતાં તેની સરકાર પર વધુ વિશ્વાસ કરે છે. તેમણે કહ્યુ, "અમે ICC કરતાં પાકિસ્તાની સરકાર પર વધુ વિશ્વાસ કરીએ છીએ."
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ICCએ T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બહાર કર્યું, હવે આ ટીમની થઈ એન્ટ્રી
મોહસીન નકવીના નિવેદનોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક નવી ચર્ચા જગાવી છે. બાંગ્લાદેશના વર્લ્ડ કપના ભવિષ્ય, આઇસીસીની નિષ્પક્ષતા અને સભ્ય દેશોના અધિકારો અંગે ચર્ચાઓ તેજ બની છે. આવનારા દિવસોમાં આ મુદ્દા પર આઇસીસી અને સંબંધિત દેશોના પ્રતિભાવો પર બધાની નજર રહેશે.
જણાવી દઇએ કે ટી20 વર્લ્ડ કપથી બાંગ્લાદેશને આઇસીસીએ બહાર કરી દીધુ છે. હવે તેની જગ્યાએ સ્કોટલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઇસીસીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે વર્લ્ડ કપનું સમયપત્રક અને સ્થળ બદલાશે નહીં. આખરે, બાંગ્લાદેશને બહાર કરી દેવામાં આવ્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.