બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICCએ T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બહાર કર્યું, હવે આ ટીમની થઈ એન્ટ્રી

ક્રિકેટ / ICCએ T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બહાર કર્યું, હવે આ ટીમની થઈ એન્ટ્રી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:40 PM, 24 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bangladesh Team: ટી20 વર્લ્ડકપ 2026માંથી બાંગ્લાદેશ સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે.

Bangladesh Team: ટી20 વર્લ્ડકપ 2026માંથી બાંગ્લાદેશ સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડના ટુર્નામેન્ટમાં સમાવેશની પુષ્ટિ કરી છે. આઇસીસીએ એક પત્ર લખી બાંગ્લાદેશને આ અંગે માહિતી આપી છે.

બાંગ્લાદેશ ટી20 વર્લ્ડ કપમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડના ટુર્નામેન્ટમાં સમાવેશની પુષ્ટિ કરી છે.તેમ જ આ અંગે આઇસીસી દ્વારા એક પત્ર લખીને બાંગ્લાદેશને આ અંગે જાણ કરવામાં આવી છે.

Bangladesh-Team

બાંગ્લાદેશ બાકાત થયા બાદ સ્કોટલેન્ડને આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 માં સ્થાન આપવામાં આવ્યું છે. સ્કોટલેન્ડને ગ્રુપ C માં સમાવવામાં આવ્યું છે, જ્યાં તેનો સામનો ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઇટાલી જેવી ટીમો સામે થશે.

ICC મતદાનમાં બાંગ્લાદેશનો પરાજય

એ નોંધવું જોઈએ કે બાંગ્લાદેશ અને આઇસીસી વચ્ચે લગભગ ત્રણ અઠવાડિયાથી ખેચતાણ ચાલી રહી છે. બાંગ્લાદેશે માંગ કરી હતી કે તે ભારતમાં વર્લ્ડ કપ મેચ નહીં રમે અને તેની મેચ શ્રીલંકામાં ખસેડવામાં આવે. જોકે આઇસીસીએ સ્પષ્ટ કર્યું કે મેચ ભારતમાં રમવી પડશે.

આખરે આઇસીસી બોર્ડે વોટિંગમાં 14-2ના બહુમતથી ભારતમાં બાંગ્લાદેશની મેચોને કરાવવા મંજૂરી આપી હતી. એક સ્વતંત્ર સુરક્ષા મૂલ્યાંકનમાં ખતરાના સ્તરને "ઓછું થી મધ્યમ" ગણાવ્યું હતું.

આઇપીએલ હરાજી પછી સમગ્ર વિવાદ શરૂ થયો, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડની મોટી રકમમાં તેમની ટીમમાં ઉમેર્યો. જોકે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના અહેવાલોને કારણે ભારતમાં આનો વિરોધ થયો. ત્યારબાદ બીસીસીઆઇએ રહેમાનને આઇપીએલમાંથી રિલીજ કર્યો હતો.

vtv app promotion

આ નિર્ણયથી બાંગ્લાદેશ બોર્ડ ગુસ્સે થયું અને તેમને વર્લ્ડ કપના બહિષ્કારની વાત કહી. બીસીબીએ આઇસીસીને પત્ર લખીને જણાવ્યું કે તે ભારતમાં તેની મેચો રમશે નહીં અને માંગ કરી કે મેચો શ્રીલંકા અથવા પાકિસ્તાનમાં સ્થાનાંતરિત કરવામાં આવે.

vtv app promotion

આ પણ વાંચોઃ ભારતે રન ચેઝની સાથે તોડ્યા 5 રેકોર્ડ, ન્યુઝીલેન્ડનો પહાડી સ્કોર પડ્યો ઓછો

બાંગ્લાદેશે દલીલ કરી હતી કે તેના ખેલાડીઓની સલામતી ભારતમાં જોખમમાં હોઈ શકે છે. જોકે આઇસીસીએ તેના સુરક્ષા અહેવાલમાં કોઈપણ સંભવિત ખતરાને નકારી કાઢ્યો. આખરે ICC એ સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશે ભારતમાં મેચો રમવી પડશે. જો આવું નહીં થાય તો તેમને હટાવી દેવામાં આવશે.

જ્યારે બાંગ્લાદેશે જીદ પકડી રાખી ત્યારે આઇસીસીએ મતદાન કરાવ્યુ અને તેમાં પણ બાંગ્લાદેશ હારી ગયું. હવે બાંગ્લાદેશનું સ્થાન સ્કોટલેન્ડે લીધું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC T20 World Cup 2026 Bangladesh Team

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ