ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ક્રેડિટ કાર્ડ બંધ કરાવ્યા બાદ પણ બિલ આવે છે, તો અપનાવો આ ટિપ્સ

photo-story

4 ફોટો ગેલેરી

તમારા કામનું / ક્રેડિટ કાર્ડ બંધ કરાવ્યા બાદ પણ બિલ આવે છે, તો અપનાવો આ ટિપ્સ

Last Updated: 12:14 AM, 2 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ક્રેડિટ કાર્ડ બંધ કરાવ્યા પછી પણ બિલ કે લેટ ફીના મેસેજ આવે તો તરત જ બેંકમાં ફરિયાદ કરો અને વિગત માંગો. જેમાં RBIના નિયમો અનુસાર બેંકે સમયસર કાર્ડ બંધ કરવું પડે છે નહીંતર દંડ થઈ શકે છે.

1/4

photoStories-logo

1. ક્રેડિટ કાર્ડ

આજકાલ ક્રેડિટ કાર્ડ લોકોની રોજિંદી જિંદગીનો ભાગ બની ગયું છે. ઓનલાઇન ખરીદી, હોટલ પેમેન્ટ કે બીજા જરૂરી ખર્ચ માટે લોકો તેનો ઉપયોગ કરે છે. બેંકો કેશબેક, ડિસ્કાઉન્ટ અને રિવોર્ડ પોઇન્ટ્સ આપીને ગ્રાહકોને આકર્ષે છે, એટલે ઘણા લોકો એકથી વધુ કાર્ડ રાખે છે. પછી જ્યારે ઉપયોગ ઓછો થાય ત્યારે કાર્ડ બંધ કરાવી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. કાર્ડ બંધ કરાવ્યા પછી...

પણ ક્યારેક કાર્ડ બંધ કરાવ્યા પછી પણ બિલ, બાકી રકમ કે લેટ ફીના મેસેજ આવતા રહે છે. આને અવગણશો નહીં. ક્યારેક બેંકની તરફથી ક્લોઝરની પ્રક્રિયા પૂરી ન થઈ હોય કે જૂના બાકી અને અન્ય ચાર્જને કારણે આવી તકલીફ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. આવી સ્થિતિમાં આ પગલાં ભરો

ક્લોઝર કન્ફર્મેશન ચેક કરો. બેંક તરફથી મળેલા ઇમેઇલ, SMS અથવા નો-ડ્યૂઝ સર્ટિફિકેટ જુઓ કે કાર્ડ ઓફીશીયલ રીતે બંધ થયું છે કે નહીં. કસ્ટમર કેર પર કૉલ કરો કે બ્રાન્ચમાં જઈને લેખિત ફરિયાદ નોંધાવો. રેફરન્સ નંબર અને રસીદ સાચવી રાખો. બેંક પાસેથી બિલમાં ઉમેરાયેલી રકમનો પૂરો હિસાબ માંગો. જુઓ કે તેમાં જૂનું બાકી, વ્યાજ, વાર્ષિક ફી, GST કે અન્ય કોઈ ચાર્જ તો નથી ને. બધા બાકી ચૂકવ્યા પછી અને ક્લોઝરની રીક્વેસ્ટ મળ્યા પછી બેંકે 7 કાર્ય દિવસમાં કાર્ડ બંધ કરવું પડે છે. મોડું થાય તો બેંક પર દરરોજ 500 રૂપિયાનો દંડ લાગી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. અરજી કરો

જો બેંક 30 દિવસમાં સમસ્યા હલ ન કરે તો RBIના ઇન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન પાસે ફરિયાદ કરી શકાય છે. તેના માટે cms.rbi.org.in પર ઓનલાઇન અરજી કરી શકાય છે. સાથે જ CIBIL રિપોર્ટ પણ ચેક કરો. જો બંધ થયેલું કાર્ડ હજુ એક્ટિવ કે બાકીવાળું દેખાતું હોય તો બેંક અને ક્રેડિટ બ્યુરો બંને પાસે વિવાદ નોંધાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

credit cards closing card penalties
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ