બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / Covid Hero from Bhopal: Javed takes patients to hospitals for free in his auto-ambulance

મહામારી / પત્નીના દાગીના વેચી રિક્ષાને ઍમ્બ્યુલન્સ બનાવી, પોલીસે કેસ દાખલ કર્યા બાદ પરત લીધો

Hiralal

Last Updated: 10:32 PM, 1 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ભોપાલમાં જાવેદખાન નામના એક શખ્સને તેની ઓટોને મિનિ એમ્બ્યુલન્સમાં ફેરવી નાખવાનું ભારે પડ્યું.

  • ભોપાલના જાવેદખાને પત્નીના ઘરેણા વેચ્યાં
  • ઓટોને મિનિ એમ્બ્યુલન્સ બનાવી
  • મિનિ એમ્બ્યુલન્સમાં કોરોનાના દર્દીઓની સેવા શરુ કરી 
  • પોલીસે ધારા 144 ના ભંગ હેઠળ કેસ દાખલ કર્યો
  • પાછળથી જાવેદખાનની સેવાની જાણ થતા કેસ પાછો ખેંચ્યો 

પહેલા તો ભોપાલ પોલીસે જાવેદખાનની સામે કેસ દાખલ કરી દીધો પરંતુ પાછળથી પોલીસે પાછો ખેંચી લીધો હતો. જાવેદખાને પત્નીના ઘરેણા વેચીને પોતાની ઓટોને મિનિ એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી હતી. 

જાવેદખાન આ મિનિ એમ્બ્યુલન્સમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ઘેર અને ઘેરથી હોસ્પિટલ લઈ જતો હતો. તેના આ કામની ચારેબાજુ પ્રશંસા થવા લાગી હતી. પરંતુ શનિવારે જ્યારે જાવેદખાન પોતાની આ ઓટો લઈને જઈ રહ્યો હતો ત્યારે ભોપાલના છોલા પોલીસના જવાનોએ તેની ઓટોને અટકાવી હતી. જાવેદખાને પોલીસને વિનંતી કરી હતી કે કોવિડ ડ્યુટીમાં છે તેમ છતાં પણ પોલીસે તેની વાત ન સાંભળી. 

પોલીસે મારી વાત ન સાંભળી, કેસ દાખલ કરી દીધો-જાવેદખાન

જાવેદખાને જણાવ્યું કે મેં પોલીસને જણાવ્યું કે આ મારી મિની એમ્બ્યુલન્સ છે અને તેમાં દર્દીઓને લઈ જવાનું કામ કરુ છું. મારી ઓટોમાં કોરોનાના દર્દીઓની મદદ માટ ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા છે. તેમ છતાં પણ પોલીસે મને વઢવાનું શરુ કર્યું. મેં આ ઘટનાનો વીડિયો પણ શુટ કર્યું. પોલીસે મારી સામે કેસ પણ દાખલ કરી દીધો. પરંતુ સોશિયલ મીડિયા પર ટીકા થતા ભોપાલ પોલીસે કેસ પાછો ખેંચી લીધો. 

ભોપાલ દક્ષિણ પોલીસ અધિક્ષક વિજય ખત્રીએ જણાવ્યું કે ભોપાલમાં સંપૂર્ણ લોકડાઉન છે. વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે. પોલીસે જાવેદને પૂછ્યું હતું પરંતુ તેણે તેના ઉદ્દેશ અંગે કંઈ ન જણાવ્યું અને બેરિકેડ હટાવવા લાગ્યો હતો. તેથી પોલીસે ધારા 144 નો ભંગ કરીને કેસ દાખલ કર્યો હતો. જોકે પાછળથી અમને તેની આ સેવાની જાણ થતા કેસ પાછો ખેંચવાની કાર્યવાહી હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ