બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / covid 19 12 children to get zycov d vaccine from october

મોટા સમાચાર / જાણો બાળકોને ક્યારે અને કઈ કોરોનાની રસી લગાવવામાં આવશે, તેમના રસીકરણનો આ રહ્યો પ્લાન

Dharmishtha

Last Updated: 12:52 PM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓક્ટોબરથી બાળકોને Zycov-D રસી લાગશે. ગંભીર બિમારી વાળા બાળકોને પહેલા રસી લાગશે.

  • ઓક્ટોબરથી બાળકોને Zycov-D રસી લાગશે
  • ગંભીર બિમારી વાળા બાળકોને પહેલા લાગશે રસી
  • Zycov-D દુનિયાની પહેલી ડીએનએ રસી છે

ઓક્ટોબરથી બાળકોને Zycov-D રસી લાગશે

દુનિયાની પહેલી ડીએનએ રસી Zycov-Dને ભારતમાં મંજૂરી મળી ગઈ છે.  હવે NTAGIના ચીફ એનકે અરોડાએ જણાવ્યું કે ઓક્ટોબરથી બાળકોને રસી લાગશે. જેમાં ગંભીર બિમારી વાળા બાળકોની યાદી તૈયાર કરવામાં આવશે. રસી સૌથી પહેલા આજ બાળકોને લગાવવામાં આવશે. જો કે રાજ્ય સરકારોને સલાહ છે તે બૌધ્ધિક વિકાસ માટે પ્રાથમિક સ્કૂલ જલ્દી ખોલે. 12થી17ની વચ્ચે ગંભીર બિમારી વાળા બાળકોની એક યાદી તૈયાર કરવામાં આવશે. જેથી રસીની પ્રાથમિકતા નક્કી કરી શકાય. Zycov-D રસીના રોલ આઉટની પહેલા લિસ્ટ સાર્વજનિક કરવામાં આવશે. આ લિસ્ટના આધાર પર ઓક્ટોબરથી 12થી 17ન વચ્ચે ગંભીર બિમારીવાળા બાળકોને રસી મળવાનું શરુ થઈ જશે.

ગંભીર બિમારી વાળા બાળકોને પહેલા લાગશે રસી

12તી 17 વર્ષના 12 કરોડ બાળકો છે. સ્વસ્થ બાળકોમાં ગંભીર બિમારી અથવા મૃત્યુની શક્યતા ના બરાબર છે. 18થી 45 વર્ષની વચ્ચે ગંભીર બિમારી થવાની શક્યતા 10થી15 ગણી વધારે છે. ચિંતા  Comorbidity (ગંભીર બિમારી) વાળા બાળકોને લઈને છે. એટલા માટે તેમના રસીકરણને પ્રાથમિક્તા આપવામાં આવી છે.

સ્કૂલ ખોલવાને લઈને આ નિવેદન

18 વર્ષથી ઓછી ઉંમરના દેશમાં 44 કરોડ બાળકો છે. દોઢ વર્ષના અનુભવના આધાર પર જાણકારી છે કે બાળકોમાં ઈન્ફેક્શન હોય છે પણ ગંભીર બિમારી અથવા મૃત્યુની શક્યતા ના બરાબર છે. સંક્રમણના પ્રસારમાં બાળકોની ભૂમિકા હોય છે પણ ગંભીર બિમારીની વધારે અસર નથી હોતી. બાળકોના સ્કૂલ ખોલી શકાય છે. રસીકરણની હાલ જરુર નથી. પરંતુ સ્કૂલના કર્મચારીઓનું રસીકરણ જરુરી છે. રાજ્ય સરકારોને સલાહ રહેશે કે બાળકોના બૈદ્ધિક વિકાસ માટે બને તેટલી જલ્દી પ્રાથમિક સ્કૂલો ખોલી દેવાય.

દુનિયાની પહેલી ડીએનએ રસી 

આ રસીને મંજૂરી મળ્યા બાદ દેશમાં હવે કોરોનાની વિરુદ્ધ 6 રસીથી લોકોને સુરક્ષા આપી શકાય છે. કંપનીએ કહ્યું કે તેમની વર્ષની  ZyCoV-Dની 100 મિલિયનથી 120 મિલિયન ડોઝ બનાવવાની યોજના છે. કંપનીએ રસીનો સ્ટોક કરવાનું શરુ કરી દીધુ છે. કેડિલા હેલ્થકેર લિમિટેડના રુપમાં યાદી બદ્ધ જેનેરિક દવા નિર્માતાએ 1 જુલાઈએ ZyCoV-Dના પ્રાધિકરણ માટે અરજી કરી હતી. રસીના ટ્રાયલ 28, 000થી અધિક સ્વયંસેવકો પર કર્યા છે. પરિક્ષણમાં તેની અસરકારક્તા 66.6 ટકા આંકવામાં આવી છે. ZyCoV-D કોરોનાની વિરુદ્ધ દુનિયાની પહેલી પ્લાસ્મિડ ડીએનએ રસી છે. આ વાયરસમાંથી આનુવંશિક સામગ્રીના એક ભાગનો ઉપયોગ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

DNA covid 19 zycov d કોરોના વાયરસ ઝાયડસ કેડિલા રસી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ