બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / coronavirus pandemic lockdown govt extends interest subvention on crop loans till may end rbi

નિર્ણય / કોરોના સંકટ વચ્ચે RBIનો ખેડૂતો માટે મોટો નિર્ણય, પાક લોન પર મળશે આ રાહત

Published By: Mehul

Last Updated: 03:26 PM, 22 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને કારણે દેશમાં 3 મે સુધી લૉકડાઉન લાગુ છે. આ લૉકડાઉનની વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે ખેડૂતોને રાહત આપી છે. રિઝર્વ બેન્કે નોટિફિકેશન જાહેર કરી બેન્કોને ખેડૂતોને પાક લોન પર વ્યાજ સહાયતા યોજના (IS) અને તાત્કાલિક ચૂકવણી પ્રોત્સાહન (PRI)ની સમયમર્યાદા વધારવાનો નિર્દેશ આપ્યો છે.

  • ​કોરોના સંકટને કારણે દેશમાં 3 મે સુધી લૉકડાઉન જાહેર કરાયું છે
  • રિઝર્વ બેન્કે ખેડૂતોને પાક લોનના હપ્તાની ચૂકવણી પરની સમયમર્યાદા વધારી

શું કહેવાયું છે નોટિફિકેશનમાં

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ને કારણે લાગૂ દેશવ્યાપી લૉકડાઉનને કારણે લોકોના આવવા-જવા પર અંકુશ છે. આ કારણે ખેડૂતો પોતાના ટૂંકા ગાળાની પાક લોનની બાકી ચૂકવણી કરવા માટે બેન્ક શાખાઓ સુધી જઇ શકતા નથી. ગત દિવસોએ આરબીઆઇએ એક સર્કુલર જાહેર કર્યું હતું. 

આ સર્કુલર મુજબ, એક માર્ચ 2020થી 31 મે 2020 સુધી ત્રણ માસ માટે ટૂંકા ગાળાની પાક લોન સહિત તમામ લોનના હપ્તાની ચૂકવણી પર 3 માસ માટે રોક લાગુ રહેશે. તેમા કહેવામાં આવ્યું છે કે સરકારે બે ટકા વ્યાજ સહાયતા અને લોનની સમય પર ચૂકવણી માટે વ્યાજ પર મળનારી 3 ટકા પ્રોત્સાહનને 31 મે 2020 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ સુવિધા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન પર મળતી રહેશે. 

આ પગલાથી ખેડૂતોને લાભ

કેન્દ્રીય બેન્કે કહ્યું કે આ પગલાથી ખેડૂતોને લાભગ થશે. તેનાથી તેમને મે મહીનો પૂર્ણ થવા સુધી વ્યાજ સહાયતા યોજના અને વ્યાજ પ્રોત્સાહનનો લાભ મળી શકશે. ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન 7 ટકા વાર્ષિક વ્યાજ પર આપવામાં આવે છે. તેમાંથી 2 ટકા સરકાર વાર્ષિક આધારે બેન્કોને વ્યાજ સહાયતાના રૂપે આપે છે. સમય પર લોનની ચૂકવણી કરનારા ખેડૂતોને વ્યાજમાં એકસ્ટ્રા 3 ટકા પ્તોત્સાહન સ્વરૂપે છૂટ આપવામાં આવે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Business News Farmer loan NABARD RBI Decision

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ