બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શું કહે છે Gilead પોતાના પત્રમાં remdesivir વિશે?
કોરોના વાયરસ ફેલાવાના સમાચાર બહાર આવતાની સાથે જ Gileadએ remdesivir દવાની કોરોના વાયરસ સામે અસરકારકતા ચકાસવાની શરૂઆત કરી દીધી. અમે remdesivir દવા ઉપર એન્ટી વાયરલ દવા તરીકે વર્ષોથી રીસર્ચ કરી રહ્યા છીએ. અત્યારે અમે અમારા રીસર્ચની ઝડપ વધારી છે કારણ કે કોરોના વાયરસની કોઈ ટ્રીટમેન્ટ હજુ સુધી શોધાઈ નથી અને remdesivirનું કોરોના માટે દવા તરીકે વિશ્વ ભરમાં વિતરણ કરતા પહેલા તે અસરકારક દવા છે કે નહિ તે સાબિત કરવું જરૂરી છે.
ADVERTISEMENT
શું કહે છે તંત્ર?
આ માટે અમે અત્યારે સત્તાધીશો સાથે સંપર્કમાં રહીને અતિશય ઝડપથી માણસો ઉપર આ દવાના ટ્રાયલ કરી રહ્યા છીએ. દવા સુરક્ષિત અને અસરકારક છે તે સાબિત થઇ જાય તો તેને પોસાય એવા દરે અને ઝડપથી સમગ્ર વિશ્વમાં કેવી રીતે પહોંચાડવી તે અમારી એ અમારી ફરજ રહેશે.
ADVERTISEMENT

1000 દર્દીઓ ઉપર કરાયો પ્રયોગ
ADVERTISEMENT
અત્યાર સુધી remdesivirની તપાસ માટે અમે ટ્રાયલ માટે 1000 દર્દીઓને પણ દવા આપી છે. અહીં નોંધનીય છે કે અમે દર્દીઓને દવા આપીએ ત્યાર બાદ તેમના શરીરમાં થતા ફેરફારોને અમે બારીકાઇથી ચકાસીએ છીએ. આથી અમારા માટે આ દવા માટે ઘણા બધા દર્દીઓની રીક્વેસ્ટ આવી છે એ તમામ દર્દીઓને દવા આપવી અત્યારે શક્ય નથી.
દવા માટે બાળકો, સગર્ભા મહિલા અને વૃદ્ધોને પણ અપાશે
ADVERTISEMENT
અમે આ માટે અત્યારે અમે એક 'એક્સ્પાંડ એક્સેસ પ્રોગ્રામ' ચલાવી રહ્યા છે જે અંતર્ગત અમે બાળકો, ગર્ભવતી મહિલાઓ ઉપરાંત હવે ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓને પણ remdesivir દવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અત્યારે USAના કેટલાક સ્થળોએ આ દવાનું નિયંત્રણમાં વિતરણ થઇ રહ્યું છે આ સ્થળોને સંખ્યા ભવિષ્યમાં વધારવાની યોજના છે.
દર્દી સાથે જે સારવાર આપી રહ્યા છે તેમની સુરક્ષા જરૂરી
ADVERTISEMENT
થોડા દિવસોથી દુનિયાભરના દર્દીઓના મિત્રો સગા સંબંધીઓ remdesivir દવા આપવા માટે અમને વિનંતી કરે છે. અમે આ તમામ દર્દીઓના સંબંધીઓ કેટલી તકલીફમાંથી પસાર થઇ રહ્યા છે તે વિચારી શકીએ છીએ અને એટલે જે અમે એક વખત આ દવા સુરક્ષિત છે તેવું સાબિત કરી લઈએ પછી બીજા તબક્કામાં તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો લક્ષ રાખીએ છીએ.
અહીં ક્લિક કરી વાંચી શકો છો આખો પત્ર
હજુ પ્રયોગનો તબક્કો છે
remdesivir હજુ એક ટ્રાયલની દવા છે. HIV, વાઈરલ હિપેટાઈટિસ જેવી દવાઓ બનાવવાના અમારા વર્ષોના અનુભવનો ઉપયોગ અમે એ ચકાસવામાં કરીશું કે આ દવા ખરેખર કેટલી અસરકારક અને સુરક્ષિત છે. આ માટે અમે સરકારી આરોગ્ય વિભાગને સતત માહિતી આપતા રહીશું. અમે જાણીએ છીએ કે વિશ્વ અત્યારે કેટલા મોટા જોખમમાં છે અને માટે જ અમે વિશ્વની તમામ આરોગ્ય સંસ્થાઓની સાથે રહીને remdesivir દવા અંગેનું રીસર્ચ ચાલુ રાખીને દર્દીઓની વહેલી તકે મદદ કરીશું.
એ દરેક ડોક્ટર અને નર્સને સલામ છે જે કોરોના સામે ઝંઝુબી રહ્યા છે
અત્યારે આરોગ્ય વિભાગમાં કામ કરી રહેલા તમામ ડોકટરો નર્સને અમે સલામ કરીએ છીએ જેઓ આ મહામારી સામે પોતાના જીવને જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આ તમામ ડોક્ટર્સને તાત્કાલિક રીતે ટ્રીટમેન્ટના સાધનોની જરૂર છે. remdesivir વિષે અત્યારે વિશ્વમાં ખૂબ ઉત્સુકતા છે. અમે અમારા પ્રયત્નો કરી રહ્યા છીએ અને રીસર્ચમાં નવો ડેટા મળતા અમે તરત તેને સૌની સાથે શેર કરીશું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.