બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ડબલ્યૂએચઓના સ્વાસ્થ્યની આપાતકાલિન સ્થિતિના કાર્યક્રમના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મિશેલ રિયાને શુક્રવારે કહ્યું કે ભારતમાં કોરોનાના કેસ ડબલિંગ થવાનો સમય આ સ્તરે લગભગ ત્રણ સપ્તાહનો છે.
મહામારીનું રુપ વિસ્ફોટક નહીં
ADVERTISEMENT
રિયાને જિનેવામાં કહ્યું કે ભારતના અલગ-અલગ ભાગોમાં મહામારીની અસર અલગ-અલગ છે. શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં તફાવત છે. દક્ષિણ એશિયામાં ભારત ઉપરાંત અન્ય ગીચ વસ્તી વાળા દેશો જેમકે બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં મહામારીની સ્થિતિ વિસ્ફોટક નથી, પરંતુ તેનો ખતરો જરૂર તોળાઇ રહ્યો છે.
લૉકડાઉને ભારતમાં રોક્યું સંક્રમણની ઝડપ
ADVERTISEMENT
તેઓએ કહ્યું કે ભારતમાં દેશવ્યાપી લૉકડાઉન જેવા પગલાઓએ સંક્રમણના ફેલાવાની ઝડપને ઓછી કરી નાંખી છે પરંતુ દેશમાં ગતિવિધિઓ શરૂ થવાની સાથે કેસ વધવાનો ખતરો બનેલો છે.
.jpg)
ADVERTISEMENT
ગતિવિધિઓ વધવાની સાથે સંક્રમણનો ખતરો વધ્યો
રિયાને કહ્યું કે ભારતમાં ઉઠાવેલા પગલાથી નિશ્ચિત રૂપે સંક્રમણ ફેલાવાની ઝડપ ઓછી કરવાની દિશામાં અસર થઇ અને અન્ય મોટા દેશોની તરફ ભારતમાં પણ ગતિવિધિઓ શરૂ થવા, લોકોના અવર-જવર ફરી શરૂ થયા બાદ મહામારી ફેલાવાનું જોખમ બનેલુ છે. તેઓએ કહ્યું કે ભારતમાં મોટા સ્તર પર પલાયન, શહેરોમાં ગીચ વસ્તી અને શ્રમિકોની પાસે રોજ કામ પર જવા સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હોવા જેવા મુદ્દા પણ છે.
ADVERTISEMENT
ભારતમાં સંક્રમણની સંખ્યા ખુબ જ વધારે નહીં
ડબલ્યૂએચઓની મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે 130 કરોડથી વધારે વસ્તી વાળા દેશમાં કોરોના વાયરસના બે લાખથી વધુ કેસ વધારે લાગે તો છે. પરંતુ આટલા મોટા દેશમાં આ સંખ્યા વધારે નથી. તેઓએ કહ્યું કે ભારત એક વિશાળ દેશ છે, જ્યાં ગીચ વસ્તી વાળા શહેર છે, કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં સઘન વસવાટ છે અને તેનાથી વધારે અલગ-અલગ રાજ્યોમાં સ્વાસ્થ્ય સુવિધાઓમાં પણ વિવિધતા છે અને આ સૌને કારણે કોરોના વાયરસને નિયંત્રિત કરવામાં પડકારનો સામનો કરી રહી છે.
ADVERTISEMENT
.jpg)
લોકો તમામ પ્રકારની સાવધાની રાખે
સ્વામીનાથને કહ્યું કે લૉકડાઉન અને પ્રતિબંધો ઉઠાવાની સાથે એ નિશ્ચિત કરવું જોઇે કે લોકો તમામ પ્રકારની સાવધાની રાખે. તેઓએ કહ્યું કે અમે વારંવાર રિપિટ કરી રહ્યા છે કે જો આપ મોટા સ્તરે વ્યવહારમાં બદલાવ ઇચ્છો છો તો લોકોને એ વાતને સમજવુ પડશે કે તેમને માસ્ક પહેરવા માટે શા માટે વાંરવાર કહેવામાં આવી રહી છે.
ભારત કોરોના વાયરસ મહામારીના કેસના મામલે ઇટાલીને પાછળ છોડીને દુનિયાનો છઠ્ઠો સૌથી ખરાબ રીતે પ્રભાવિત દેશ બની ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર શનિવારે દેશમાં કોરોના વાયરસના 9887 કેસ સામે આવ્યા. જ્યારે 294 લોકોના મોત થયા. દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 2,36,657 થઇ ગયા છે. જ્યારે કુલ 6642 લોકોના મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.