બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat CMO secretary Ashwinikumar press conference good news for farmer

જાહેરાત / ખેડૂતો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાતો, 1લી મેથી આ ખરીદી શરૂ કરાશે

Gayatri

Last Updated: 02:36 PM, 29 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના મંત્રીમંડળ સાથે બેઠક કરીને 1લી મેથી ખેડૂતો પાસેથી તુવેર, રાયડા, ચણાની ખરીદી વિશે મંત્રણા કરી હતી. તેમણે આ સિવાય પણ લોકડાઉન ખુલ્યા પછી જનજીવન અને ખાસ કરીને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન નડે તે રીતે વ્યવસ્થા ગોઠવવા માટે જિલ્લાના કલેક્ટરો સાથે પણ વાચચીત કરી હતી. આ અંગેની માહિતી CMO સચિવ અશ્વિની કુમારે ડિજિટલ પત્રકાર પરિષદમાં આપી હતી.

  • તૂવેરની ખરીદી 1 મેથી શરૂ કરાશે
  • 1 મેથી 5 મે સુધી ખરીદી શરૂ કરવામાં આવશે
  • 1 મેથી ગુજકોમાસોલ ચણા અને રાયડાની ખરીદી શરૂ કરશે

CMO સચિવે જણાવ્યું હતુ કે, ખેડૂતો માટે સારા સમાચાર છે. 

તુવેરની ખરીદી 1થી 5મી મે સુધી પુરવઠા ખાતા તરફથી કરવામાં આવશે. આ ખરીદી માટે 90 દિવસનો ગાળો નક્કી કરાયો હતો. 1 ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું હતુ જેમાં 16,345 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાંથી 3881, 6514 મેટ્રિક ટન તુવેરદાળનું વેચાણ કરવામાં આવ્યુ હતુ. 12467 ખેડૂતો બાકી રહી ગયા છે ત્યારે 103 ગોડાઉન ઉપર ફરીથી તુવેરની ખરીદી શરૂ થશે. 1 મેથી 5 મે સુધી ખરીદી શરૂ કરવામાં આવશે. 
 
ચણા અને રાયડાની ખરીદી પણ થશે શરૂ

1 મે થી ચણા અને રાયડાને ગુજકોમોસોલ તરફથી ખરીદવાની શરૂ થશે તે અંગે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બીજા તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક બનશે. રાજ્યમાં પુરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ, ઉનાળામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહીં નડે, બગડેલા હેન્ડ પંપ રિપેર કરી ચાલુ કરવામાં આવશે


જિલ્લા કલેક્ટરોને અપાઈ સૂચના

મનરેગા હેઠળ કામ ઝડપથી શરૂ કરવા જિલ્લા કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે. ચેકડેમ અને તળાવની માટી ખોદવા માટે કલેક્ટરોને સૂચના અપાઈ છે. આ તમામ  કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે તેવી પણ તાકીદ કરવામાં આવી છે. 

કઈ કઈ યોજનાઓ શરૂ કરવા કરી તાકીદ

  • સુજલામ સુફલામ યોજનાને ઝડપથી શરૂ કરી દેવામાં આવે
  • મનરેગા હેઠળ પણ કામ આપવાની શરૂઆત કરી દેવામાં આવે
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવશે

એપ્રિલના પ્રથમ સપ્તાહમાં 66 લાખ પરિવારોને ઘઉં, ચોખા,દાળનું વિતરણ કરાયુ. 66 લાખ પરિવારોને કરાયું વિતરણ . 61 લાખ પૈકી 42 લાખ કુટુંબને વિના મુલ્યે અનાજ અપાયું. 
3 કરોડથી વધુ લાભાર્થીઓને અનાજ આપવામાં આવ્યું. BPL કાર્ડ ધારકોને પણ અનાજ વિતરણ કરાયું. વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘઉં અને ચોખા અપાયા. 30 ટકા લોકોએ સસ્તા અનાજનો જથ્થો જતો કર્યો છે. 45 લાખથી વધુ પરિવારને વિતરણ થઈ ચૂક્યું છેય 

ત્રીજા તબક્કામાં 68 લાખ કુટુંબને અનાજનું વિતરણ

આજ સાંજ સુધીમાં 50 લાખથી વધુ કુટુંબને અનાજનો જથ્થો પહોંચશે. પરપ્રાંતિય શ્રમિકો માટે પણ અનાજ વિતરણ કરાયું. સાડા પાંચ લાખથી વધુ પરપ્રાંતિયોને અનાજ અપાયું. 5 એપ્રિલથી 10 એપ્રિલ વચ્ચે જિલ્લા કલેક્ટરો દ્વારા કામગીરી કરાઈ હતી. 

સ્વૈચ્છિક, ધાર્મિક, સામાજિક સંસ્થાઓ પણ સારી કામગીરી કરી છે. રાજ્યમાં 10 લાખથી વધુ રાશન કીટ વિતરણ કરાઈ હતી. સુરતમાં 4.5 લાખ કિટનું વિતરણ થયું હતુ. કચ્છમાં સવા બે લાખ કિટનું વિતરણ થયુ હતુ. NFSA કાર્ડદારકો, BPL કુટુંબને વધારાના 1 હજાર રૂપિયા અપાયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CMO secretary Ashwinikumar CMO સચિવ અશ્વિની કુમાર Press conference coronavirus in Gujarat good news for farmer કોરોના વાયરસ ખેડૂતો માટે સારા સમાચાર ગુજરાત coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ