બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus Gujarat dr. vasant patel statement
ADVERTISEMENT
ડોક્ટર વસંત પટેલે VTV સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાતમાં 3-4 દિવસના લોકડાઉન કે કર્ફ્યૂથી કોરોનાની ચેઇન તૂટવી મુશ્કેલ છે. કોરોનાની ચેઇન તોડવા માટે ઓછામાં ઓછા 7 થી 10 દિવસના લોકડાઉન જરૂર છે.
કપડાના માસ્કથી નથી રોકાતો કોરોના
ADVERTISEMENT
આ સાથે જ વધુમાં તેમણે કહ્યું હતું કે, કપડાના માસ્કથી કોરોના રોકાતો નથી માટે લોકોએ ફરજીયાત થ્રી-લેયર માસ્ક પહેરવા જોઈએ. તો ખાસ કરીને જે લોકો બહાર કામ કરવા નીકળે છે તે તમામે ફરજીયાત વેક્સિન લેવી જોઇએ.
ADVERTISEMENT
બાળકો અને યુવાઓ નવો સ્ટ્રેઇન ચિંતાજનક : બાયો કેમેસ્ટ્રી એક્સપર્ટ હિમાંશુ પંડ્યા
બાયો કેમેસ્ટ્રી એક્સપર્ટ હિમાંશુ પંડ્યાએ કોરોનાને લઈને નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યુ છે કે કોરોનાએ બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. નવા સ્વરૂપમાં યુવાઓ અને બાળકોમાં સંક્રમણ વધ્યું છે. આ વાયરસ બદલાય નહીં પરંતુ નવા સ્વરૂપમાં સામે આવે છે અને બાળકો અને યુવાઓમાં તેનું સ્ટ્રેઇન ચિંતાજનક છે.
ADVERTISEMENT
પ્રજાના હિતમાં નિર્ણય લેવાની CM રૂપાણીએ કરી વાત
કોરોના સંક્રમણ વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે હાઇકોર્ટના વિકેન્ડ કર્ફ્યૂના નિર્દેશને લઈને પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરીને પ્રજાના હિતમાં નિર્ણય લેવાશે.
ADVERTISEMENT

રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યૂને લઈને કરી શકે છે જાહેરાત
ADVERTISEMENT
રાજ્યમાં કર્ફ્યૂને લઇ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આ અંગે VTV ન્યુઝ પાસે એક્સલુઝીવ માહિતી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકાર એક્શનમાં છે. રાજ્ય સરકારે હાઇકોર્ટના નિર્દેશનો અભ્યાસ શરુ કર્યો છે. એડ્વોકેટ જનરલ સાથે સરકારે ચુકાદાને લઇ ચર્ચા શરૂ કરી છે. હાલ 4 મહાનગર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસ કર્ફ્યુ લાગી શકે છે. રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરે તેવી સંભાવના છે. મહત્વનું છે કે, ગઇકાલે ગુજરાતમાં 3160 નવા કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે.
આજે અથવા કાલે હાઈપાવર કમિટિની મળશે બેઠક!
મહત્વનું છે કે, રોજના સરેરાશ 3 હજાર કોરોના કેસ નોંધાતા સ્થિતિ ગંભીર બની છે. રાજ્ય સરકાર એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરીને હાઈપાવર કમિટિમાં નિર્ણય લેશે. રાજ્ય સરકારની હાઈપાવર કમિટિ આજે સાંજે અથવા કાલે મળે તેવી શક્યતા છે. હાઈકોર્ટે કરેલા અવલોકનની રાજ્ય સરકારે એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરી છે.

રાજ્યમાં વિકેન્ડ કર્ફ્યુની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે. રાજ્યમાં 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્યમાં કડકાઇની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન કર્યું છે. રાજ્ય સરકાર 2 દિવસમાં વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરે તેવી સંભાવના છે.
હાઈકોર્ટે શું કર્યા નિર્દેશ?
ગુજરાતમાં 3160 નવા કેસ નોંધાતા હડકંપ મચી ગયો
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગઇકાલે 24 કલાકમાં કોરોનાના 3160 કેસ નોંધાયા હતા. તો 2028 દર્દીઓ સાજા થયાં હતા. આ સાથે જ અત્યાર સુધીમાં 3,00,765 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો ગઇકાલે 15 લોકોના સારવાર દરમિયાન મોત થયાં હતા. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4581 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.