બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Coronavirus effect rupani govt bhupendrasinh chudasama announced gujarati news channels lesson

નિર્ણય / ગુજરાતી ન્યૂઝ ચેનલ પર આવતીકાલથી અપાશે ઓનલાઇન શિક્ષણ, VTV ન્યૂઝ પર 3થી 4 વાગ્યા સુધી ભણાવાશે

Hiren

Last Updated: 07:44 PM, 18 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં શાળા કોલેજોમાં મિનિ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે 1થી 9 અને 11માં ધોરણના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે એ માટે સરકાર દ્વારા એક ખુબજ સરસ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાતની પ્રાદેશિક ચેનલ્સ દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે.

  • CM રૂપાણીનો દેશભરમાં પ્રથમવાર વિદ્યાર્થીલક્ષી નિર્ણય 
  • વિદ્યાર્થીઓ ઘેર બેઠાં ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનો અભ્યાસ કરી શકશે 
  • VTV ન્યૂઝ પર બપોરે 3 વાગ્યે ઓનલાઈન શિક્ષણ

કોરોના વાયરસની દહેશત વચ્ચે રાજ્ય સરકારે શાળા અને કોલેજમાં 29 માર્ચ સુધીની રજાની જાહેરાત કરી છે. જોકે, સરકારે દેશભરમાં પ્રથમ નવતર પહેલ શરૂ કરવાની તૈયારી કરી છે. શાળાઓ બંધ હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે વિદ્યાર્થીઓને પ્રાદેશિક ચેનલ પર શિક્ષણ અપાશે. 

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે 29 માર્ચ સુધી રાજ્યની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે હવે બાળકો શાળાએ ન આવવાના હોવાથી રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોઇ અભ્યાસ ચૂકાય ન જાય તે હેતુથી ઘરે બેસીને અલગ અલગ વિષયોનો બાળકો અભ્યાસ કરી શકશે. જ્યારે પણ શાળા ખુલે ત્યારે તેનુ સાતત્ય જળવાય રહે તે હેતથી આ નિર્ણય લેવાયો છે.

તેમણે જણાવ્યું કે ધોરણ 7થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન કરી શકશે. 19 માર્ચથી શરૂ થનારા ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમને રોજ એક કલાક પ્રસારિત કરવામાં આવશે. ધોરણ 7થી 9માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે. જ્યારે ધોરણ-11માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાંત શિક્ષકો કરાવશે. 

VTV ન્યૂઝ પર ધોરણ 8ના વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે

શિક્ષણમંત્રીએ જણાવ્યું કે આ ચેનલો પર લાઇવ અને રેકોર્ડેડ પ્રસારણ કરવામાં આવશે. તમામ અલગ અલગ 13 જેટલી ગુજરાતની ન્યૂઝ ચેનલો પર લેવાનો આ પ્રકારે અભ્યાસ કરાવવાનો અમે નિર્ણય કર્યો છે. VTV પર ધોરણ 8ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે. VTV ન્યૂઝ પર બપોરે 3 વાગ્યે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે.

ગુજરાતની અલગ અલગ ચેનલ પર ઓનલાઇન શિક્ષણ અપાશે, જાણો શું હશે ટાઇમ...

ધોરણ 7 

  • News18 - 12થી 1
  • મંતવ્ય - 3થી 4
  • GTPL - 11:30થી 12:30

ધોરણ 8

  • VTV - 3થી 4
  • Zee 24 કલાક - 11 
  • WE R LIVE - 5 

ધોરણ 9

  • ABP અસ્મિતા - 2થી 3
  • GSTV - 4થી 5
  • Nirman - 5થી 6

ધોરણ 11

  • TV9 - 12:30થી 1
  • sandesh - 3ઃ30થી 4
  • india news - 3થી 4
  • DD - 4થી 5
     

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus lesson students કોરોના વાયરસ ગુજરાત શિક્ષણ Online study
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ