બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus college student exam bhupendrasinh chudasama
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, યુનિ.ઓ હસ્તક કોલેજના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા યોજાશે. આ અંગેની આગળની કાર્યવાહી ટૂંક સમયમાં કરાશે તેમજ વિદ્યાર્થીઓને પણ જાણ કરવામાં આવશે.
ગુજરાતમાં તમામ યુનિવર્સિટીઓમાં પરીક્ષા બાબતે મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં ટાસ્કફોર્સ કમિટીની ભલામણો મુજબ માર્ગદર્શિકા જાહેર કરાશે. શિક્ષણમંત્રીએ ભૂપેન્દ્રસિંહે આ બાબતે સ્પષ્ટતા કરી હતી જેમાં જણાવાયું હતું કે કોલેજોની પરીક્ષા યોજાશે તેમ કહ્યું હતું. યુનિવર્સિટીઓ હસ્તક કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે અને ક્યારે તેમ જ કેવી રીતે લેવાશે તે અંગે નિર્ણય લેવા ટાસ્કફોર્સ કમિટીનું ગઠન કરાયું છે.
ADVERTISEMENT
રાજ્યમાં 27,800 ઉદ્યોગો ગઇકાલથી શરૂ થયા
રાજ્યમાં 27,800 ઉદ્યોગો ગઇકાલથી શરૂ થયા છે. જેમાં 1 લાખ 80 હજાર શ્રમિકો કામે લાગ્યા હોવાનું મુખ્યમંત્રી સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છેકે, સુજલામ સુફલામ યોજનાને સત્વરે શરૂ કરવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવશે. શ્રમિકોને રોજગારી મળવાની શરૂઆત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.