બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / corona-virus-health-ministry-more-than-87-lakh-vaccine-doses-administered-active-cases-delhi-mahrashtra

ગંભીર / ભારત માટે ફરી આવ્યા ચિંતાજનક સમાચાર, આ નવા કોરોનાના પ્રકારની એન્ટ્રી

Nirav

Last Updated: 10:26 PM, 16 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસના કેસોમાં માંડ માંડ ઘણા પછી લગાતાર ઘટાડો દેખાઈ રહ્યો છે, ત્યારે કોરોના મોરચે દેશ માટે વધુ એક ગંભીર સમાચાર આવ્યા છે.

  • કોરોના મુદ્દે દેશ માટે ગંભીર સમાચાર 
  • ભારતમાં વધુ બે વેરિયન્ટની એન્ટ્રી નોંધાઈ 
  • દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના વેરિયન્ટની એન્ટ્રી કન્ફર્મ થઈ

આઇસીએમઆરના મહાનિર્દેશક ડો.બલરામ ભાર્ગવના જણાવ્યા અનુસાર દેશમાં હવે ઑફિશિયલી બે નવા કોરોના વેરિયન્ટના કેસ સામે આવ્યા છે, જેમાં યુકે બાદ હવે સાઉથ આફ્રિકા વેરિયન્ટ અને બ્રાઝિલ વેરિયન્ટના કેસ સામે આવ્યા છે, જો કે મહત્વનું છે કે આ વેરિયન્ટના હજુ સુધી માત્ર પાંચ જ કેસ સામે આવ્યા છે અને આ બધાને કવોરંટીન કરી નાખવામાં આવ્યા છે, અને આ લોકોના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. 

વેક્સિનની પ્રભાવકતા ચકાસવાના પ્રયોગો થઈ રહ્યા છે 

ડો.ભાર્ગવે વધુ માહિતી આપતા કહ્યું હતું કે વેક્સિનની પ્રભાવશીલતા માપવા માટે આ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે, જો કે આ બંને વેરિયન્ટ યુકેના વેરિયન્ટથી અલગ છે. મહત્વનું છે કે સાઉથ આફ્રિકી સ્ટ્રેઇનના 4 જ્યારે કે બ્રાઝીલ વેરિયંટનો એક મામલો સામે આવ્યો છે અને આ મુસાફરોના સમ્પર્કમા આવનારા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 

આઈસીએમઆરના મહાનિર્દેશક ડો. ભાર્ગવના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના યુકે વેરિયંટના કુલ 187 કેસ સામે આવ્યા છે અને આમાંના એક પણ કેસમાં દર્દીનુ મોત થયું નથી, મહત્વનું છે કે આપણી રસીમાં યુકે વેરિયન્ટને પણ નિષ્પ્રભાવી કરવાની શક્તિ છે, અને એનઆઈવી પુણેમાં આ  યુકે સ્ટ્રેઇનને સફળતા પૂર્વક આઇસોલેટ કરવામાં આવ્યો છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણના જણાવ્યા અનુસાર યુકેથી આવનારા દરેક યાત્રી માટે આરટી પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યા છે અને અમને લાગે છે કે આ એક સારી રણનીતિ છે અને સાઉથ આફ્રિકા અને બ્રાઝિલના સ્ટ્રેઇન સામે પણ આ રણનીતિને સફળતાપૂર્વક વાપરી શકાય છે. 

કેટલા દેશોમાં દક્ષિણ આફ્રિકી વેરિયંટ ફેલાઈ ચૂક્યો છે ?

એક માહિતી અનુસાર અત્યાર સુધીમાં લગભગ 44 જેટલા દેશોમાં આ સ્ટ્રેઈન ફેલાઈ ચૂક્યો છે અને આ મામલે આઈસીએમઆરના મહાનિદેશક ડો. ભાર્ગવે કહ્યું હતું એક અમારા વૈજ્ઞાનિકો આ વેરિયંટને આઇસોલેટ કરવાના બધા જ પ્રયત્નો કરી રહયા છે, જ્યારે કે બ્રાઝીલીયન વેરિયંટને સફળતાપૂર્વક આઇસોલેટ કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં આ બ્રાઝીલીયન વેરિયંટ વિશ્વના કુલ 15 દેશોમાં ફેલાઈ ચૂક્યો હોવાની માહિતી છે, જેમાં ભારતમાં હજુ સુધી માત્ર એક જ કેસ નોંધાયો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ