ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / corona lockdown offline traders to launch e commerce platform challenge to amazon jio mart flipkart

સગવડ / લૉકડાઉનમાં તમારા મહોલ્લાની દુકાનમાંથી તમારા ઘર સુધી સામાન પહોંચાડશે આ પોર્ટલ, જાણો તમામ સુવિધાઓ વિશે

Published By: Dharmishtha

Last Updated: 01:20 PM, 23 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના લોકડાઉનને કારણે ધંધામાં થયેલા ઘટાડાને જોઈને દેશમાં નાના નાના દુકાનદારોએ પોતાનું ઈ-કોર્મર્સ પોર્ટલ જલ્દી જ લોન્ચ કરવાનું નક્કી કર્યુ છે. આ નિર્ણય એ રીતે પણ મહત્વનો છે કે રિલાયન્સ જિયો અને ફેસબુકની વચ્ચે ડિલનો લક્ષ્યાંક નાના નાના દુકાનદારોને જોડવાનો છે.

ADVERTISEMENT

  • નાના દુકાનદારોનુ ઈ -લાલા પોર્ટલ જલ્દી આવશે
  • જેનાથી મોહલ્લાની દુકાનથી પોતાના ઘર સુધી સામાન મંગાવી શકાશે
  • એમેઝોન, ફ્લિપકાર્ટ અને જિયો માર્ટ જેવા દિગ્ગજોને પડકાર

ઈ- લાલા પોર્ટલ પરથી લોકડાઉન દરમિયાન હાલ જરુરી સામાન પહોંચાડવામાં આવશે. પરંતુ આ બાદ તમામ પ્રકારનો સામાન અહીં વેચવામાં આવશે. રિટેલ દુકાનદારોના સંગઠન કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના એક પદાધિકારીએ દાવો કર્યો છે કે આ પોર્ટલ 1-2 દિવસમાં લોન્ચ કરવામાં આવશે. આ સંગઠનમાં લગભગ 7 કરોડ દુકાનદાર અને 40 હજાર ટ્રેડ એસોશિએશન જોડાયેલા છે.  સંગઠનનું કહેવું છે કે લોકડાઉનમાં લોકોને ઘરે સામાન પહોંચાડી શકાય તે માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજ, દિલ્હી, ઝાંસી, ગોરખપુર, લખનૌમાં એક પાઈલોટ પ્રોજેક્ટ તરીકે છેલ્લા 7 દિવસથી આ પોર્ટલ ચાલું છે. જેમાં 800 દુકાનદારો જોડાયેલા છે. એક -બે દિવસોમાં સમગ્ર દેશમાં તે લોન્ચ થઈ જશે. 

ઈ -લાલાની આ ટેક્નોલોજી પાર્ટનર ગ્લોબલ લિંકર્સ છે. જ્યારે ગ્રાહક વિતરણ સંઘ અને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિયેશનની મદદ લેવામાં આવી છે. પોર્ટલ વેપારીઓ માટે ફ્રી હશે. જ્યારે ગ્રાહકોના આ સેવા માટે ડિલીવરી ચાર્જ આપવો પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Flipkart amazon commerce platform lockdown ઈ શોપિંગ ઓનલાઈન લોકડાઉન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ