બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / corona cases china central government sent covid checklist states 10 facts

ચિંતા / ચીનમાં કોરોના કેસમાં ઉછાળો આવતા એલર્ટ થઈ સરકાર, રાજ્યોને મોકલ્યું કોવિડ ચેકલિસ્ટ, 10 મોટી વાત

Kishor

Last Updated: 11:59 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં કોરોનાના કેસમાં મોટાપાયે ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે આ અંગે કેન્દ્ર સરકાર પણ એલર્ટ બની છે અને કેન્દ્રએ રાજ્યોને 'કોવિડ ચેકલિસ્ટ' મોકલ્યું છે.

  • ચીનમાં કોરોનાના કેસ વધતા સરકાર એલર્ટ
  • કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિતને મોકલ્યું 'કોવિડ ચેકલિસ્ટ
  • કોવિડ ચેકલિસ્ટમાં 10 મોટી વાતનો કરાયો સમાવેશ

ચીનમા કોરનાના વધતા કેસો વિશ્વના દેશોમાં ઉપાધિ જન્માવી છે ત્યારે કોરોના સામે આગમચેતી માટે ભારત સરકાર પણ આ અંગે સતર્ક છે. જેને લઈને કેન્દ્ર સરકારે રાજ્યોને આરોગ્ય સુવિધાઓ પર મોકડ્રીલ કરવા સૂચન આપ્યું છે. જેને લઈને મંગળવારે મોકડ્રીલ યોજાશે. જેમાં પથારી, માનવ સંસાધન, લોજિસ્ટિક્સ અને મેડિકલ ઓક્સિજનની સપ્લાયની ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવામા આવશે.

સ્વાસ્થ્ય અંગે જરૂરી પગલાં લેવા જરૂરી

કોરોનાની ત્રીજી લહેર દરમિયાન કોરોનાના ચેપમા ઝડપી વધારો આવ્યો હતો. જેને લઈને આરોગ્ય વ્યવસ્થા બગડી હતી. હોસ્પિટલના પલંગ શોધવા માટે દર્દીઓ ભટકતા હતા.ત્યારે કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સ્વાસ્થ્ય અંગે જરૂરી પગલાં લેવામા આવે તે જરૂરી છે. જેથી 27 ડિસેમ્બર 2022 ના રોજ સમગ્રદેશમાં તમામ આરોગ્ય સુવિધાઓ અંગે મોકડ્રીલ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ICU બેડ અને વેન્ટિલેટર સપોર્ટેડ બેડની વ્યવસ્થાનું નિરીક્ષણ

આરોગ્ય સચિવે મોકડ્રીલ માટે મુખ્ય ફોકસ વિસ્તારોની યાદી આપી હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા આઇસોલેશન બેડ સહિતની વ્યવસ્થા અંગે જણાવાયું છે. વધુમા ઓક્સિજન સપોર્ટેડ આઇસોલેશન બેડ, ICU બેડ અને વેન્ટિલેટર સપોર્ટેડ બેડની વ્યવસ્થા છે. આ મોક ડ્રીલ ડોકટરો, નર્સો અને પેરામેડિક્લસ સહિતના કોઈ પણ માનવ સંસાધન પર વિશેષ ભાર મૂકવામાં આવશે.  

ફ્રન્ટલાઈન કાર્યકરોનું મૂલ્યાંકન કરવામાં આવશે

વધુમાં મોકડ્રિલ દરમિયાન આયુષ ડોકટરો અને આંગણવાડી કાર્યકરો સહિતના ફ્રન્ટલાઈન કાર્યકરોનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ કોવિડ દર્દીઓ અને તબીબી ઓક્સિજન પુરવઠાને હેન્ડલ કરી શકે તે માટે યોગ્યતાપ્રાપ્ત છે કે કેમ? તેનું પણ મુલ્યાંકન કરવામાં આવશે. તેજ રીતે આ મોક ડ્રીલનો હેતુ RT-PCR અને ઝડપી એન્ટિજેન કીટની સરળ ઉપલબ્ધતા અને કોવિડ પરીક્ષણ ક્ષમતાઓને વેગ આપવા માટે પણ રહેશે. મેડિકલ ઓક્સિજન, જેની કટોકટી કોવિડના અગાઉની લહેરમાં અનેક દર્દીઓ મોતને ભેટ્યા હતા. જેનું ખાસ ધ્યાન રાખવામા આવશે. કેન્દ્રએ પહેલેથી જ જાહેરાત કરી છે કે ચીન સહિત પાંચ દેશોમાંથી આવતા મુસાફરો માટે હવે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત છે.વધુમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે સહકારની ભાવનાથી કામ કરવાની જરૂર છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ