બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એક તરફ મહારાષ્ટ્રમાં ભાષાને લઈને વિવાદ, બીજી તરફ ગુજરાતમાં મરાઠી પ્રવાસીને મળ્યો પ્રેમ
Last Updated: 10:58 AM, 4 July 2025
Marathi Gujarati language dispute : હાલ મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ પોતાના ચરમ પર છે. મરાઠી ન બોલનારા લોકો વિરુદ્ધ મનસે અને શિવસેના કાર્યકરો દ્વારા હાથ ચાલાકી કરવામાં આવી રહી છે. આ પ્રકારનાં અનેક વીડિયો ખુબ જ વાયરલ થઇર હ્યા છે. હાલમાં જ એક મારવાડી વેપારીને લાફો મારવાનો મુદ્દો ખુબ જ ચગ્યો છે. સમગ્ર મુબઇમાં વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક દિવસનું બંધ પાળીને પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મનસે શિવસેના કાર્યકરોની દાદાગીરી
જો કે આ સ્થિતિમાં મહારાષ્ટ્રમાં ભાષા મુદ્દે રાજ ઠાકરેની દાદાગીરી જોવા મળી રહી છે. મનસેના રાજ ઠાકરે ગુજરાતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે ત્યારે ગુજરાતીઓ સતત મરાઠી હોય કે ગમે તે રાજ્યની વ્યક્તિ હોય તેમને પ્રેમ આપી રહ્યા છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં તમામ લોકોને સમાન ગણવામાં આવે છે. અહીં લોકો પર પ્રેમ વરસાવાય છે. આ અંગે એક મરાઠી વ્યક્તિએ જ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી. ચારધામની યાત્રાએ નિકળેલા એક મરાઠી વ્યક્તિએ પ્રતિક્રિયા આપી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : PM મોદીએ કમલા બિસેસરને મહાકુંભ અને સરયૂ નદીનું પવિત્ર જળ આપ્યું, રામ મંદિરની પ્રતિકૃતિ પણ ભેટમાં આપી
મરાઠી પ્રવાસીને થયો સુખદ અનુભવ
ADVERTISEMENT
ચાર ધામ યાત્રાએ નીકળેલા મરાઠી પ્રવાસી ગુજરાત પ્રવાસે આવ્યો હતો. 20 દિવસમાં ગુજરાતમાં સૌથી વધારે પ્રેમ મળ્યો હોવાનું પણ નિખિલ દહટોન્ડેએ જણાવ્યું હતું. ગુજરાતમાં રહેવા તથા જમવાની નિઃશુલ્ક સુવિધા મળી છે જે ખુબ જ સરાહનીય હોવાનું નિખિલ દહટોન્ડેએ જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, ગુજરાતી લોકોએ એટલો પ્રેમ આપ્યો છે કે હું વારંવાર ગુજરાત આવવા માટેનો પ્રયાસ કરીશ. મને ખુબ જ મજા આવી ગુજરાતમાં અને હું આવતો રહીશ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT