બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Congress MLA Naushad Solanki scoffs at CM Bhupendra Patel

વ્યંગ્ય / 'સન્માન કરવું હોય તો વિકરાળ પ્રશ્નોનું કરો', કોંગ્રેસ MLA નૌશાદ સોલંકીનો CM ભૂપેન્દ્ર પટેલને ટોણો

Mehul

Last Updated: 06:10 PM, 10 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દલિત સમાજનું સન્માન કરવું હોય તો એમના વિકરાળ પ્રશ્નોનું સમાધાન લાવવું જોઈએ. દલિત બહેનોના પગ સ્પર્શ કરવાથી પાપ માફ નહીં થાય.;કોંગી ધારાસભ્ય નૌશાદ સોલંકી

  • મુખ્યમંત્રીએ દલીતને આપેલું સન્માન સરાહનીય
  • સન્માન કરવું હોય તો વિકરાળ પ્રશ્નોનું કરો;નૌશાદ 
  • દલીતોના પ્રશ્ને ભાજપે કઈ ના કર્યું હોવાનો આરોપ  

સાબરકાંઠામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષનું સરાહનીય પગલું જોવા મળ્યું હતું,  દલિત સમાજની લોકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી ચરણવંદના કરી હતી. આ બાબતે દસાડા-પાટડીના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ એક નિવેદનમાં મુખ્યમંત્રીના આ પગલાની સરાહના કરતા કહ્યું કે,દલિત સમાજનું સન્માન કરવું હોય તો એમના વિકરાળ પ્રશ્નોનું સમાધાન લાવવું જોઈએ. સોલંકી ઉમેર્યું કે,દલિત બહેનોના પગ સ્પર્શ કરવાથી પાપ માફ નહીં થાય અને દલિત સમાજના પ્રશ્નો હલ કરવા ભાજપે કંઈ જ નથી કર્યું.

દલિતો અધિકારથી વંચિત;સોલંકી 

દસાડા-પાટડીના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા ઉમેર્યું કે,દલિત વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ભાજપ સરકારે બંધ કરી છે તો ફ્રી શીપ કાર્ડ બંધ થતાં હજારો દલિત વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા છે. સમરસ છાત્રાલયોમાં માત્ર જૂજ સંખ્યામાં દલિત વિધાર્થીઓને પ્રવેશ મળી રહ્યો છે. ત્યારે, મુખ્યમંત્રીનું પગલું સરાહનીય પરંતુ આ સન્માન,પ્રશ્નો અને સમસ્યાઓનું સમાધાન નથી 

જાહેરમંચ ઉપર દલિત મહિલાની કરી ચરણવંદના

સાબરકાંઠામાં એક કાર્યક્રમમાં  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે દલિત સમાજની મહિલાઓ ચરણસ્પર્શ કર્યા હતા. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, નેતાઓની હાજરી વચ્ચે CM અને પ્રદેશ અધ્યક્ષે ચરણસ્પર્શ કર્યા હતા. દલિત મહિલા સન્માન સમારોહમાં સીઆર પાટીલે સંબોધન દરમિયાન જણાવ્યું કે દલિત મહિલાને હવે સાચું સન્માન મળ્યું છે. પહેલા કરતા  હવે જરૂર ફરક આવ્યો છે દરેક સમાજની સાથે ખભે ખભો મિલાવી ચાલીએ છીએ, રોહિત સમાજમાંથી આવતા મહિલા આજે મંત્રી છે તેમને  મહત્વની જવાબદારી પણ આપી છે. દેશમાં પણ આવી જ સ્થિતિ છે હોવાનું સીઆર પાટીલે જણાવ્યું હતું. 

CM અને પ્રદેશ અધ્યક્ષે કર્યા ચરણસ્પર્શ

ગુજરાતમાં જાતિ વિષયક પુછતા નથી સી.આર. પાટીલે કહ્યું કે ફોટા પાડવાના બંધ કરો રસોડામાં પત્નીને મદદ કરો અને ગીફ્ટ આપો આવુ કરવાથી સમાજ પાછો નહિ પડે પાટીલે વધુમાં કહ્યું કે જવાબદાર લોકો આગેવાની લે, તો જ પાર્ટીની સિસ્ટમમાં મજબૂતી આવશે, મહત્વનું છે કે અગાઉ PM મોદીએ પણ દલિત સમાજના પગ ધોયા હતા તેને યાદ કરતા પાટીલે કહ્યું કે દેશના પ્રધાનમંત્રી આવુ કામ કરનાર પ્રથમ છે જેમણે દલિત સમાજના પગ ધોયા હતા. મહત્વનું છે કે આજે CM અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે જાહેર મંચ ઉપર દલિત સમાજની મહિલાઓના ચરણસ્પર્શ કર્યા છે સીએમ ટુંક સમયમાં પાંચ પરીવાઓ ને જમણ માટે બોલાવશે તેવું પણ પાટીલે જણાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ