બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Congress inaugurated foot-over bridge on Ahmedabad riverfront, said BJP's VIP leaders don't have time

લોકાર્પણ / અમદાવાદ રિવરફ્રન્ટ પર કોંગ્રેસે કરી નાંખ્યું ફૂટ-ઑવર બ્રિજનું લોકાર્પણ, કહ્યું ભાજપના VIP નેતાઓ પાસે ટાઈમ નથી

Priyakant

Last Updated: 12:44 PM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલ ફૂટ ઓવર બ્રિજનું શાસક પક્ષે લોકાર્પણ ન કરતાં વિરોધ પક્ષ અકળાયું, AMCના વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે લોકાર્પણ કરી નાખ્યું

  • અમદાવાદમાં ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ, 6 મહિનાથી બ્રિજ થઇ ગયો છે તૈયાર
  • AMCના વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે કર્યું લોકાર્પણ
  • શાસક પક્ષે બ્રિજનું લોકાર્પણ ન કરતાં વિરોધ પક્ષે કર્યું લોકાર્પણ

અમદાવાદ રિવરફ્રન્ટ પર કરોડોના ખર્ચે ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. 6 મહિનાથી આ બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. આમ છતાં હજુ સુધી બ્રિજનું લોકાર્પણ થયું નથી. જેથી AMC વિપક્ષ નેતા નેતા શેહઝાદ ખાન પઠાણે બ્રિજનું લોકાર્પણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, AMC કેન્દ્રીય મંત્રીને હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવા માગતું હતું, પરંતુ AMC વિરોધ પક્ષે કંટાળીને બ્રિજનું લોકાર્પણ કર્યું છે.

ફૂટ ઓવર બ્રિજનું વિરોધ પક્ષે કર્યું લોકાર્પણ 

અમદાવાદના રિવરફ્રન્ટ પર કરોડોના ખર્ચે ફૂટ ઓવર બ્રિજ બનાવાયો છે. જોકે આ બ્રિજને તૈયાર થઈ ગયે 6 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ હજી સુધી તેનું લોકાર્પણ ન હતું. જેથી આજે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ પઠાણે ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરી દીધું છે. 

AMC કેન્દ્રીય મંત્રીને હસ્તે બ્રિજનું લોકાર્પણ કરાવવા માંગતુ હતું 

કરોડોના ખર્ચે અંદાજિત 6 મહિના પૂર્વે તૈયાર થયેલ ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ AMC કેન્દ્રીય મંત્રીને હસ્તે કરાવવા માંગતુ હતું. જોકે બ્રિજ બન્યા ના 6 મહિના પછી પણ હજી સુધી લોકાર્પણ નહીં થાય અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષે કંટાળી બ્રિજનું લોકાર્પણ કરી દીધું છે. 

જાણો કેવો છે ફૂટ ઓવરબ્રિજ ? 

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને પશ્ચિમ સાથે જોડતા સાબરમતિ રિવરફ્રન્ટનો આ ફૂટ ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે.  શહેરના એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે તૈયાર થયેલા 300 મિટરના આઈકોનિક બ્રિજના બાંધકામની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.  આ બ્રિજ બનાવવા 2700 ટન સ્ટીલનો ઉપયોગ કરાયો છે.  મહત્વનું છે કે, બ્રિજ ઉપરથી મન મોહી લેતો નજારો જોવા મળશે. જેના માટે મુલાકાતીઓએ ચાર્જ ચૂકવવો પડશે. ફૂટઓવર બ્રિજ પર આર્ટકલ્ચર ગેલરી ઊભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીના સ્ટોલ ઊભા કરાશે અને ફૂટઓવર બ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટીલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે. એટલે કે, અહીં ફરવા આવતા લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ