બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Politics / Congress got angry when PM Modi called Naveen Patnaik a 'friend'

ઓડિશા / સતત 24 વર્ષથી છે મુખ્યમંત્રી, આ દિગ્ગજ નેતાને PM મોદીએ ગણાવ્યા 'મિત્ર' તો કેમ ગરમાયું રાજકારણ?

Priyakant

Last Updated: 09:55 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Odisha Latest News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના સંબલપુરમાં IIM કેમ્પકનું ઉદ્ઘાટન કર્યું અને મુખ્યમંત્રી નવીન પટનાયકને પોતાના મિત્ર કહ્યા

  • લોકસભા ચૂંટણી પહેલા ઓડિશાનું રાજકારણ ગરમાયું
  • PM મોદીએ ઓડિશાના CM પટનાયકને ગણાવ્યા મિત્ર
  • કોંગ્રેસે BJP અને BJDને રાજકીય ભાગીદાર ગણાવ્યા

PM Modi In Odisha : લોકસભા ચૂંટણી પહેલા ઓડિશાનું રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના સંબલપુરમાં IIM કેમ્પકનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી નવીન પટનાયકને પોતાના મિત્ર કહ્યા, જેના કારણે કોંગ્રેસ ભડકી ઉઠી છે. ઓડિશા કોંગ્રેસના પ્રભારી અજોય કુમારે BJP અને BJDને રાજકીય ભાગીદાર ગણાવ્યા છે.

સંબલપુર IIM કેમ્પસનું ઉદ્ઘાટન કરતી વખતે PM મોદીએ કહ્યું હતું કે, "મુખ્યમંત્રી, મારા મિત્ર શ્રી નવીન પટનાયક જી." સાથે જ CM પટનાયકે PM મોદીનું પણ સન્માન કર્યું. તેમણે PM મોદીને "માનનીય વડાપ્રધાન" કહીને સંબોધ્યા. પટનાયકે તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને ઓડિશા આવવા અને IIM સંબલપુરના નવા કેમ્પસના ઉદ્ઘાટનની કૃપા કરવા બદલ મોદીનો આભાર માન્યો હતો. 

કોંગ્રેસે શું કહ્યું?
કોંગ્રેસે આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, PM નવીન પટનાયક અને તેમના નજીકના સાથી વીકે પાંડિયન વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યા નથી. ઓડિશા કોંગ્રેસના પ્રભારી અજોય કુમારે આરોપ લગાવ્યો કે આ સાબિત કરે છે કે, BJD અને BJP બંને સાથે છે. તેથી જ અમે તાજેતરમાં તેમના સાંકેતિક લગ્નનું આયોજન કર્યું હતું. તેઓ છુપાયેલા જોડાણમાં છે અને પાંડિયને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરીને આ બોન્ડ સ્થાપિત કર્યો હતો. BJD હવે અલગ પાર્ટી નથી રહી તે હવે BJP બની ગઈ છે. 

ઓડિશા ભાજપના અધ્યક્ષ મનમોહન સામલે આરોપોને રદિયો આપતા કહ્યું, "તેમણે (PM) સંકેત આપ્યો છે કે,.કેટલીક પાર્ટીઓ વિકાસ કાર્યોનો વિરોધ કરી રહી છે. હવે લોકો જોઈ શકે છે કે જો ભાજપ રાજ્યમાં સરકાર બનાવે છે તો તેમના માટે શું કરી શકાય છે. 

વધુ વાંચો: મહારાષ્ટ્રમાં ફરી નવાજૂની! અજીત પવાર જૂથના નેતા નારાજ, કહ્યું મેં તો બે મહિના પહેલા જ આપી દીધું છે રાજીનામું

PM મોદી વિશે પટનાયકે શું કહ્યું? 
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું, માનનીય વડા પ્રધાને ભારત માટે એક નવી દિશા નિર્ધારિત કરી છે અને અમે આર્થિક મહાસત્તા બનવાના માર્ગ પર છીએ, અમારો પ્રયાસ પૂર્વી ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ બનવાનો છે અને મને ખાતરી છે કે, વડાપ્રધાન આને હાંસલ કરવા માટે કામ કરશે. દરેક જણ જરૂરી સહયોગ આપશે. PM મોદીના વખાણ કરતા પટનાયકે કહ્યું, આજે, અમે પ્રથમ વિશ્વ ઓડિયા ભાષા સંમેલનનું આયોજન કરી રહ્યા છીએ અને તે એક સૌભાગ્યની વાત છે કે ભારતીય ભાષાઓના પ્રેમી વડાપ્રધાન, ઓડિશામાં આપણી સાથે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ