બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ભારત / Politics / New again in Maharashtra! Ajit Pawar group leader angry

રાજનીતિ / મહારાષ્ટ્રમાં ફરી નવાજૂની! અજીત પવાર જૂથના નેતા નારાજ, કહ્યું મેં તો બે મહિના પહેલા જ આપી દીધું છે રાજીનામું

Priyakant

Last Updated: 09:27 AM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Political Crisis Latest News : છગન ભુજબળે કહ્યું, હું વિપક્ષ, સરકાર અને મારા પક્ષના નેતાઓને કહેવા માંગુ છું કે,17 નવેમ્બરે અંબાડમાં આયોજિત OBC એલ્ગાર રેલી પહેલા મેં 16 નવેમ્બરે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું અને તે પછી હું કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો

  • ફરી એકવાર ગરમાયું મહારાષ્ટ્રનું રાજકારણ 
  • અજીત પવાર જૂથના છગન ભુજબળ નારાજ
  • મેં 16 નવેમ્બરે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું: છગન ભુજબળ

Maharashtra Political Crisis : મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર જૂથના મંત્રી છગન ભુજબળે ખુલાસો કર્યો હતો કે, ગયા વર્ષે નવેમ્બરમાં તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ તરફ છગન ભુજબળે રાજ્ય સરકાર પર મરાઠા સમુદાયને OBC ક્વોટામાં બેકડોર એન્ટ્રી આપવાનો આરોપ લગાવ્યો છે.  

અહમદનગરમાં એક રેલીને સંબોધતા NCPના નેતા ભુજબળે કહ્યું કે, તેઓ મરાઠાઓને અનામત મળવાની વિરુદ્ધ નથી, પરંતુ હાલના OBC ક્વોટાને વહેંચવાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું, ઘણા વિપક્ષી નેતાઓ, મારી સરકારના નેતાઓ પણ કહે છે કે, મારે રાજીનામું આપી દેવું જોઈએ. કોઈએ કહ્યું કે ભુજબળને કેબિનેટમાંથી બરતરફ કરી દેવા જોઈએ. 

16 નવેમ્બરે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું
છગન ભુજબળે કહ્યું, હું વિપક્ષ, સરકાર અને મારા પક્ષના નેતાઓને કહેવા માંગુ છું કે,17 નવેમ્બરે અંબાડમાં આયોજિત OBC એલ્ગાર રેલી પહેલા મેં 16 નવેમ્બરે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું અને તે પછી હું કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો. ભુજબળે વધુમાં કહ્યું કે, તેઓ બે મહિનાથી વધુ સમય સુધી મૌન રહ્યા કારણ કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ તેમને આ અંગે બોલવાની મનાઈ કરી હતી. OBC નેતાએ કહ્યું, બરતરફીની કોઈ જરૂર નથી, મેં મારું રાજીનામું આપી દીધું છે. હું OBC માટે અંત સુધી લડીશ.  

છગન OBC ક્વોટામાંથી મરાઠાઓને અનામત આપવાની વિરુદ્ધ 
વાત જાણે એમ છે કે, મરાઠા આરક્ષણની માંગને પૂર્ણ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર માત્ર OBC ક્વોટામાંથી જ મરાઠાઓને અનામત આપવા માંગે છે. આ અંગે છગન ભુજબળ સતત વિરોધ કરી રહ્યા છે. જે બાદ સરકારમાં સામેલ નેતાઓએ તેમના રાજીનામાની માંગ કરી હતી. આ અંગે છગન ભુજબળે આ નિવેદન આપ્યું છે. ભુજબળે સરકાર પર મરાઠા આરક્ષણના નેતા મનોજ જરાંગેની માંગને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો હતો. એકનાથ શિંદેના ધારાસભ્યએ કહ્યું હતું કે, સમાજમાં તિરાડ ઊભી કરવાનો પ્રયાસ કરવા બદલ ભુજબળને બરતરફ કરવા જોઈએ. 

વધુ વાંચો: PM મોદી CM હતા ત્યારે અડવાણીએ જ ખુરશી બચાવી હતી...: ભારત રત્ન મુદ્દે કોંગ્રેસના મોટા નેતાનો કટાક્ષ

અમે મરાઠા સમુદાયનો વિરોધ નથી કરતાઃ ભુજબળ 
ભુજબળે કહ્યું, અમે મરાઠા સમુદાય માટે આરક્ષણનો વિરોધ નથી કરતા, તેમને અલગ અનામત આપવી જોઈએ. અમારા (OBC) ક્વોટા હેઠળ આપશો નહીં, પરંતુ તેઓ (મનોજ જરાંગે) કહે છે કે, તેને ઓબીસી ક્વોટા હેઠળ આપો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, સર્વેક્ષણ દ્વારા મરાઠા સમુદાયના પછાતને નક્કી કરવા માટે રાજ્ય પછાત વર્ગ આયોગ દ્વારા ડેટા એકત્રિત કરવાની પ્રક્રિયામાં ખામી હતી.  તેમણે કહ્યું કે, રાજ્યની વસ્તીમાં OBC 54-60 ટકા, SC/ST 20 ટકા અને બ્રાહ્મણો 3 ટકા છે, તેમ છતાં તમામ ધારાસભ્યો અને સાંસદોને મરાઠા મતો ગુમાવવાનો ડર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ