બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હિટવેવની આગાહી, મતદાનના દિવસે પારો જશે 42 ડિગ્રીને પાર

હવામાન અપડેટ / સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હિટવેવની આગાહી, મતદાનના દિવસે પારો જશે 42 ડિગ્રીને પાર

Last Updated: 03:36 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update Latest News : હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીની આગાહી કરી, ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે

Gujarat Weather Update : લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મી મે અને મંગળવારના રોજ યોજાનાર છે. મહત્વનું છે કે, ગુજરાતની 25 લોકસભા સીટ ઉપર પણ મંગળવારે મતદાન યોજાનાર છે. આ દરમિયાન હવે હવામાન વિભાગની આગાહીએ ચિંતા ઊભી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. અમદાવાદમાં મતદાનના દિવસે 42 ડિગ્રી સેલ્યિસય મહત્તમ તાપમાન જોવા મળી શકે છે તો ગાંધીનગરમાં પણ તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં મતદાનના દિવસે એટલે કે મંગળવારે તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જઇ શકે છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરાઇ છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સુરતમાં પણ હિટવેવની આગાહી કરાઇ છે. પોરબંદર અને ભાવનગરમાં પણ હિટવેવ રહેશે.

મહત્વનું છે કે, સાયક્લોનિકલ સર્ક્યુલેશનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી રહેલું વાદળછાયું વાતાવરણ 2 દિવસમાં દૂર થશે. મતદાનના દિવસે જ સમગ્ર રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરાઇ છે. તેવામાં રાજ્યમાં મતદાનન પર ગરમીની મોટાપાયે અસર જોવા મળી રહી છે.

વધુ વાંચો : મતદારોની સુવિધા માટે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી જરૂરી વ્યવસ્થાઓ, મતદાન જાગૃતિ માટે વિશેષ અભિયાનનું આયોજન

હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદમાં 7 મે ના રોજ 42 ડિગ્રી તાપમાન નોંધાશે તો ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. જ્યાં તાપમાન યથાવત રહેશે. જોકે ઉત્તર ગુજરાત માં 2 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. તેમજ આજે સૌરાષ્ટ્ર કચ્છ દિવમાં કોસ્ટલ એરિયામાં હિટવેવ આગાહી અને સુરતમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે આવતીકાલથી દિવમાં 5 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 7 મે ના રોજ પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી જ્યારે 7 મે ના રોજ અમદાવાદ અને ગાંધીનગર 42 ડિગ્રી તાપમાન રહેવાની શકયતા વ્યક્ત કરાઈ છે. 7 મે ના રોજ દિવ કોસ્ટલ એરિયામાં પોરબંદર ભાવનગર માં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ હાલ સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ છે તે 2 દિવસમાં દૂર થશે તેવી પણ શકયતા વ્યક્ત કરાઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ