બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / અન્ય જિલ્લા / રાજ્યમાં પ્રચારના છેલ્લા દિવસે ભાજપના ઉમેદવારોનો મતદારોને રિઝવવાનો પ્રયાસ, જંગી મતદાન કરવાની કરી અપીલ

લોકસભા ચૂંટણી 2024 / રાજ્યમાં પ્રચારના છેલ્લા દિવસે ભાજપના ઉમેદવારોનો મતદારોને રિઝવવાનો પ્રયાસ, જંગી મતદાન કરવાની કરી અપીલ

Last Updated: 04:49 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીનાં પ્રચાર પડઘમનાં છેલ્લા દિવસે ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે જોર શોરથી પ્રચાર શરૂ કર્યો છે. રાજ્યમાં લોકસભાના ઉમેદવારો દ્વારા બાઈક રેલી યોજી પોતાનાં મત વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો.

vlcsnap-2024-05-05-15h56m13s245

પાટણમાં ભાજપનાં લોકસભાનાં ઉમેદવારે બાઈક રેલી યોજી પ્રચાર કર્યો હતો. જેમાં ભાજપનાં ઉમેદવાર ભરતસિંહજી ડાભીની બાઈક રેલી શહેરનાં વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ હતી. આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

vlcsnap-2024-05-05-15h57m56s053

ધોરાજી તાલુકાના પ્રાચીન સુપેડી ગામ ખાતે આવેલ મુરલી મનોહર મંદિર ખાતે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાએ ધ્વજારોહણ કર્યું હતું. પ્રચારના છેલ્લા દિવસે માંડવીયાએ વૈદિક પરંપરા મુજબ પૂજા અર્ચન કરી ધ્વજા ચડાવી હતી. મુરલી મનોહર મંદિર 700 વર્ષ જૂનું પ્રાચીન છે અને રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલ છે.

vlcsnap-2024-05-05-15h58m19s536

ધારાસભ્યના કાર્યાલયથી રોડ શોની કરાઈ હતી શરૂઆત

ખેડાનાં નડિયાદમાં મુખ્યમંત્રીનો રોડ શો યોજાયો હતો. ધારાસભ્યનાં કાર્યાલયથી રોડ શો ની શરૂઆત કરાઈ હતી. નડિયાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી રોડ શો પસાર થયો હતો. મુખ્યમંત્રીએ ખેડા બેઠકનાં ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો પ્રચાર કર્યો હતો.

લોકસભાની ચૂંટણી પ્રચારની છેલ્લી ઘડીએ રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસકોર્સ સર્કલથી યાજ્ઞિક રોડ સુધી ભાજપની બાઈક રેલી યોજાઈ હતી. પરષોત્તમ રૂપાલા પણ બાઈક રેલીમાં જોડાયા હતા. પરષોત્તમ રૂપાલાએ મતદારોને 100 ટકા મતદાન કરવા અપીલ કરી હતી. રૂપાલાએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

vlcsnap-2024-05-05-16h06m31s496

અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલે દહેગામમાં યોજી રેલી

રાજ્યમાં પ્રચારનાં અંતિમ દિવસે ભાજપનાં ઉમેદવારો પ્રચાર માટે મેદાને છે. અમદાવાદનાં પૂર્વનાં ઉમેદવાર હસમુખ પટેલે દહેગામમાં રેલી યોજી હતી. અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણાની શાહીબાગમાં રેલી યોજી હતી. ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાની રેલીમાં સ્થાનિક ધારાસભ્ય અને કાર્યકરો જોડાયા હતા.

વધુ વાંચોઃ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હિટવેવની આગાહી, મતદાનના દિવસે પારો જશે 42 ડિગ્રીને પાર

લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી

લોકસભા ચૂંટણીનો સુરતમાં છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે. લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી નીકળી હતી. બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. નીલગીરી મેદાનથી રેલીની શરૂઆત થઈ હતી. રેલીમાં ચારેય વિધાનસભાનાં ધારાસભ્યો જોડાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ