ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT

તેની પાછળનું કારણ પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવાની ઇચ્છા કરતાં વધુ તો પક્ષની અંદરના વિરોધીઓ માટે રાજ્યસભાનો માર્ગ મુશ્કેલ બનાવવાનો ઇરાદો છે. રસપ્રદ વાત એ છે કે જેવું પ્રિયંકા ગાંધીનું નામ આવે છે એ સાથે જ તેમના નામનો વિરોધ કરવાની કોઇ હિંમત કરતું નથી. બીજી મુદ્દાની વાત એ છે કે એ બેઠક માટે પક્ષમાં જે લોબિંગ ચાલતું હોય એ એકદમ બંધ થઇ જાય છે. જેમ કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના બે રજ્યસભા સભ્યો ચૂંટી શકાશે.
ADVERTISEMENT

જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજયસિંહ-બંને રાજ્યસભામાં જવા ઇચ્છે છે. કમલનાથને સિંધિયા સાથે અનબન છે. બંને વચ્ચે અત્યારે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેનું કારણ પણ રાજ્યસભાની ચૂંટણી જ છે. એ સંજોગોમાં ત્યાંથી એક બેઠક માટે પ્રિયંકાનાં National Newsનામની ભલામણ કરી દેવાઇ છે.
ADVERTISEMENT

ઝારખંડમાં કોંગ્રેસને એક બેઠક મળે તેમ છે. ત્યાંથી રાજ્યના પ્રભારી આરપીએન સિંહ ટિકિટના દાવેદાર છે. ત્યાંના પ્રદેશ કોંગ્રેસ એકમ પણ પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડવાની ઓફર કરી દીધી છે. એવું જ ચિત્ર મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં જોવા મળી રહ્યું છે. પ્રિયંકા સ્વયં રાજ્યસભામાં જવા ઇચ્છે છે કે કેમ, એ અંગે કદાચ હજુ તેમના તરફથી કોઇ સંકેત મળ્યો નથી. કદાચ એટલે જ એવું કહેવાય છે કે કોંગ્રેસને સમજવાનું સરળ નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ