ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Compulsory form filling in English to buy e-stamps, incomplete without agents of the general public?

ગાંધીનગર / ઈ સ્ટેમ્પ ખરીદવા અંગ્રેજીમાં ફોર્મ ભરવું ફરજિયાત, સામાન્ય લોકોના એજન્ટો વગર કામ અધુરા?

Published By: Ravi

Last Updated: 05:27 PM, 13 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1લી ઓકટોબરથી રાજ્યભરમાં ઇસ્ટેમ્પિંગની સુવિધા શરૂ કરાઈ છે. પરંતુ ઇસ્ટેમ્પિંગની સુવિધા શરૂ થયાને અઢી મહિના જેટલો સમયગાળો થઇ ગયો છે. છતાં લોકોને તેની ખરીદી કરવામાં તકલીફ પડી રહી છે. લોકોને સૌથી મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે કે તેમને ઇસ્ટેમ્પિંગનું ફોર્મ ઇંગ્લીશમાં ભરવું પડે છે. એવા ઘણા લોકો હોય છે કે જેમને ઇંગ્લીશ નહીં આવડતું હોવાના કારણે અન્ય લોકોની મદદ લેવી પડે છે અથવા તો રૂ.૧૦ કે ર૦ આપીને કોઇ એજન્ટ પાસે ફોર્મ ભરાવવું પડે છે.

ADVERTISEMENT

  • 1લી ઓકટોબરથી રાજ્યભરમાં ઇસ્ટેમ્પિંગની સુવિધા શરૂ કરાઈ છે
  • ઇસ્ટેમ્પિંગમાં ઇંગ્લીશ ફરજીયાત હોવાના કારણે લોકો ફરિયાદ કરી રહ્યા છે

1લી ઓકટોબરથી રાજ્યભરમાં ઇસ્ટેમ્પિંગની સુવિધા શરૂ કરાઈ છે

ઇસ્ટેમ્પિંગમાં ઇંગ્લીશ ફરજીયાત હોવાના કારણે લોકો ફરિયાદ કરી રહ્યા છે. રોજ લોકોને સોગંદનામું, પેઢીનામું, ખોવાયેલા દસ્તાવેજો, ભાડાકરાર, બાનાખત, ભાગીદારી દસ્તાવેજ, મિલકતનો દસ્તાવેજ વગેરે બાબતો માટે ઇસ્ટેમ્પ ખરીદવા પડે છે. પરંતુ આમાંના પ૦ ટકાથી વધુ લોકો એવા હોય છે કે જેમને ઇસ્ટેમ્પિંગ માટે જે ફોર્મ ભરવું પડે છે તે ઇંગ્લીશમાં હોવાથી તેમને તકલીફ પડે છે.

આ અંગે વિભાગમાં ફરિયાદો પહોંચી રહી છે. નોંધણી નિરીક્ષકોનું કહેવું છે કે અમે વિભાગ સુધી પ્રજાને પડતી હાલાકી પહોંચાડી છે. ટૂંક સમયમાં તેનો ઉકેલ આવશે. આ બાબતે ઉકેલ આવે ત્યારે ખરો પરંતુ પ્રજાએ ત્યાં સુધી ઇંગ્લીશ શીખી લેવું પડશે અથવા ઇંગ્લીશમાં ફોર્મ ભરવા કોઇની મદદ લેવી પડશે અથવા પૈસા ખર્ચવા પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar news e stamp gandhinagar gujarat gandhinagar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ