બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ટિકિટ આપી નહીં છતાં લોકો પાસે પહોંચી! અમદાવાદ ફ્લાવર શૉમાં AMC સાથે ખેલ થયો
Last Updated: 03:40 PM, 10 January 2025
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે શિયાળામાં ફ્લાવર શો નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે ફ્લાવર શો ને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળવા પામ્યું છે. તેમજ ફ્લાવર શો માં એન્ટ્રી ટિકિટ સોમવારથી શુક્રવાર 70 રૂપિયા અને શનિ-રવિ 100 રૂપિયા રાખવામાં આવી છે. તેમજ ઓનલાઈન અને ઓફલાઈન ટિકીટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT

વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનો ગુનો દાખલ
ADVERTISEMENT
ટિકિટ માટે કોર્પોરેશન દ્વારા 18 ક્રિએશન કંપનીને હીાાર્ડ ટિકિટ છાપવાન કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે ટિકિટ આપવામાં આવી નથી. એ ટિકિટ હાલમાં પબ્લિક જોડે પહોંચી છે. 52 લોકો પાસેથી આ ટિકિટ મળી આવતા કોર્પોરેશનનાં અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તેમજ જે એજન્સીને ઓર્ડર આપવામાં આવ્યો છે. ત્યાંથી ટિકિટ બહાર ગઈ હોવાનું પ્રાથમિક વિગતો પ્રાપ્ત થવા પામી છે. ટિકિટનાં સિરિયલ નંબરથી તપાસ કરવામાં આવશે. તેમજ કોર્પોરેશન સાથે વિશ્વાસઘાત અને છેંતરપિંડી કરી હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

ADVERTISEMENT
વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકેનું સન્માન મળ્યું
અમદાવાદના ફ્લાવર-શોએ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિશ્વનું સૌથી મોટું ફ્લાવર બુકે બનાવવા બદલ ફ્લાવર-શોને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. 10.24 મીટર હાઈટ ( 34 ફૂટ ઉંચો) અને 10.84 મીટર ત્રિજ્યા ધરાવતો બુકે અહીં બનાવાયો છે.. જેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકેનું સન્માન મળ્યું છે.
ADVERTISEMENT

આની પહેલા આ રેકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટી પાસે હતો. તેણે આ એવાર્ડ 7 બાય 7 મીટરના ફ્લાવર સ્ટ્રક્ચર માટે ( 23 ફૂટ ઉંચો) 18 ફેબ્રુઆરી 2024 ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો.. આજે તારીખ 7 જાન્યુઆરી, 2025 ના રોજ ગિનિસ બૂકની ટીમ દ્વારા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ 10.24 મીટર હાઇટ અને 10.84 મીટર ત્રિજ્યા વાળા ફ્લાવર બૂકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ઉત્તરાયણમાં કઈ દિશામાં પવન હશે? હવામાન વિભાગે કરી પતંગ રસિયાઓ માટે 'અનુકૂળ' આગાહી
22 જાન્યુઆરી સુધી ચાલવાનો છે ફ્લાવર શો
ADVERTISEMENT
જો તમે પણ આ ફ્લાવર શોની મુલાકાત લેવા માંગતા હોવ તો આ શૉ આગામી 22 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. આ ફ્લાવર શૉમાં વિઝિટ કરવા માટે AMC દ્વારા ટિકિટ દર નક્કી કરવામાં આવ્યા છે. 12 વર્ષથી નાની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપશે તો સોમવારથી શુક્રવાર 12 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ માટે 75 રૂપિયા અને શનિવાર તથા રવિવારે 100 રૂપિયા ટિકિટનો દર રહેશે. ઉપરાંત જો તમે સવારે 9 થી 10 કલાક તથા રાત્રે 10 થી 11 કલાક પ્રાઈમ ટાઈમમમાં ફલાવર શૉ જોવા માંગતા હોવ તો વ્યક્તિ દીઠ રુપિયા 500 ટિકિટના દર વસૂલ કરાશે. બીજી તરફ મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે ફલાવરશોમાં પ્રવેશ આપવામાં આવશે. અત્યાર સુધીમાં 900 લોકોએ 500 રૂપિયા ખર્ચીને આ શોની મુલાકાત લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.