બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / cm yogi adityanath stopped inter state bus services considering corona cases in uttar pradesh

મહામારી / કોરોનાને કાબૂમાં લેવા સીએમ યોગી આદિત્યનાથનો મોટો નિર્ણય, યુપી જતા લોકોએ આ કામ કરવું પડશે

Hiralal

Last Updated: 09:29 PM, 2 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને કાબૂમાં લેવા યુપી સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં બીજા રાજ્યમાં આવતી બસો પર પ્રતિબંધ તથા હવાઈ પ્રવાસીઓ માટે કોરોનાનો નેગેવિટ રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે.

  • યુપીમાં બેકાબુ કોરોનાને નાથવા કડક પ્રતિબંધો
  • આંતરરાજ્યીય બસ સેવા પર પ્રતિબંધ 
  • હવાઈ પ્રવાસીઓએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે 
  • બહારથી ગામમાં આવતા તમામ લોકોનો કોરોના ટેસ્ટ ફરજિયાત

યોગી આદિત્યનાથે રવિવારે ટીમ-9 ની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોવિડ માટે જરુરી દિશાનિર્દેશો જારી કરાયા હતા. યોગીએ ફિલ્ડમાં કામ કરી રહેલા તમામ અધિકારીઓ તથા ડોક્ટરોને લોકોના ફોન કોલનો જવાબ આપવાનો કડક આદેશ આપ્યો. તે ઉપરાંત તમામ ડીએમ અને સીએમઓને  તેમના જનપ્રતિનિધિ તથા લોકોના સંપર્કમાં રહેવાનો પણ આદેશ અપાયો છે.

હવાઈ યાત્રા માટે કોવિડ રિપોર્ટ નેગેટિવ જરુરી
યોગીએ હવાઈ યાત્રા માટે કોવિડ રિપોર્ટ નેગેટિવ જરુરી બનાવ્યો છે. એટલે કે ફ્લાઈટમાં યુપીમાં આવતા પ્રવાસીઓએ નેગેટીવ કોવિડ રિપોર્ટ રજૂ કરવો પડશે તો જ યુપીમાં એન્ટ્રી અપાશે. 

ગામડાઓમા ફેલાઈ રહેલા કોરોના પર પણ યોગીએ ચિંતા વ્યક્ત કરી. બહારથી ગામમાં આવતા તમામ લોકોનો કોરોના ટેસ્ટ તથા જરુર પડે ક્વોરન્ટાઈન કરવાનો પણ આદેશ અપાયો છે. 

દરેક ગામડાઓમાં કોરોનાના લક્ષણોની ઓળખ થશે 
યોગીના દિશાનિર્દેશ અનુસાર, યુપીમાં 4 મે થી 9 મે સુધી દરેક ગામમાં કોરોનાના લક્ષણોની ઓળખ કરવામાં આવશે અને તેમને જરુરી દવાઓ આપવામાં આવશે. ટ્રેનોમાં આવનાર પ્રવાસીઓના તાપમાનની તપાસ થશે અને જો તેઓ સંદિગ્ધ હોય તો તેમનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. 

એક્ટિવ કેસની સંખ્યા વધીને 33 લાખને પાર 

દેશમાં સંક્રમણના મામલા શુક્રવારની સરખામણીએ શનિવારે થોડા ઓછા કેસ આવ્યા છે.  ગત 24 કલાકમાં આની સંખ્યા 3, 92, 459 રહી છે. જો કે દેશમાં કોરોનાથી એક્ટિવ કેસની સંખ્યા વધીને 33 લાખને પાર થઈ ગઈ છે.  આ દરમિયાન કોરોનાના કારણે 3684 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોનાના 3 લાખ 92 હજાર 459 નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની કુસ સંખ્યા વધી 1,95,49,910 થઈ ગઈ તથા 3684 લોકોના મોત થયા છે એ બાદ કુલ મોતની સંખ્યા વધીને  2,15,523 થઈ ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 33,43,910 થઈ ગઈ છે. જે સંક્રમણના કુલ કેસના 17.06 ટકા છે. તથા દર્દીઓના સાજા થવાનો દર વધારે ઘટીને 81.84 ટકા રહી ગયો છે. આંકડા અનુસાર દેશમાં સંક્રમણ બાદ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 1,59,81,772 થઈ ગઈ છે. મૃત્યુદર 1.11 ટકા છે. આઈસીએમઆરના જણાવ્યાનુસાર 30 એપ્રિલ સુધી 28,83,37,385  નમૂનાની તપાસ કરવામાં આવી છે. જેમાં 19, 45, 299 નમૂનાની શુક્રવારે તપાસ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ