બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / CM Mamta Banerjee helicopter emergency landing, She got injuired

દેશ / માંડ માંડ બચ્યા સીએમ મમતા બેનર્જી, હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો શું બન્યું

Vaidehi

Last Updated: 05:18 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ.બંગાળની CM મમતા બેનર્જીનાં હેલિકોપ્ટરની ઈમેરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી. મળેલ માહિતી અનુસાર તેમને કમર અને પગમાં ઈજા થઈ છે.

  • CM મમતા બેનર્જીનાં હેલિકોપ્ટરની ઈમેરજન્સી લેન્ડિંગ
  • વાતાવરણ બગડી જતાં કરવી પડી લેન્ડિંગ
  • હેલિકોપ્ટરમાંથી ઉતરતા સમયે ઈજાગ્રસ્ત થઈ CM મમતા

મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં હેલીકોપ્ટરની જલપાઈગુડીનાં બાગડોગરા ખાતે ઈમેરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. હવામાનથી સ્થિતિ એકાએક બગડી જતાં  હેલિકોપ્ટરની સેવક એરબેઝ પર ઈમેરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી છે. સૂત્રો અનુસાર હેલિકોપ્ટરની આ લેન્ડિંગ બાદ તેમાંથી ઉતરતા સમયે CM મમતા બેનર્જી ઘાયલ થયાં હતાં.

મમતા બેનર્જી ઈજાગ્રસ્ત
વાતાવરણની સ્થિતિ બગડતાં CM મમતાનાં હેલિકોપ્ટરની ઈમેરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી જે દરમિયાન મુખ્યમંત્રીને પગ અને કમરમાં ઈજા થઈ છે. જો કે સેવક એરબેઝ પર તેમને તાત્કાલિક પ્રાથમિક ઉપચાર આપવામાં આવ્યું હતું. પ્રારંભિક માહિતી અનુસાર મુખ્યમંત્રી આગળનો ઈલાજ કોલકત્તા પહોંચીને કરાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 2021ની વિધાનસભા ચૂંટણીનાં પ્રચાર દરમિયાન પણ તેઓ ઘાયલ થયાં હતાં. તે સમયે તેમને પગનાં હાડકામાં ઈજા થઈ હતી.

રાજ્યપાલ સી.વી. આનંદે કર્યું ટ્વીટ
રાજ્યપાલ સીવી આનંદ બોઝે CM મમતા બેનર્જીને ફોન કર્યો હતો એટલું જ નહીં તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેમને જાણીને રાહત મળી કે મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે હેલિકોપ્ટરની ઈમેરજન્સી લેન્ડિંગ બાદ સુરક્ષિત છે. તો બીજી તરફ પ.બંગાળનાં ભાજપનાં અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું કે તેઓ CM મમતા બેનર્જીનાં જલ્દીથી સ્વસ્થ થવાની કામના કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ