બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / CM Bhupendra Patel will go to Delhi, participate in the meeting of the Declaration Committee

લોકસભા ચૂંટણી 2024 / CM ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી, ઘોષણાપત્ર કમિટીની બેઠકમાં થશે સામેલ, વર્તમાન સ્થિતિ પણ ચર્ચાય તેવી શક્યતા

Published By: Priykant Shrimali

Last Updated: 11:28 AM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: CM ભૂપેન્દ્ર પટેલ ઘોષણાપત્ર કમિટીની બેઠકમાં રહેશે ઉપસ્થિત, ગુજરાતમાં લોકસભા ઉમેદવારોની વર્તમાન સ્થિતીને લઇ શઇ શકે છે ચર્ચા

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ફરી એકવાર દિલ્હી પહોંચશે. વાત જાણે એમ છે કે, આજે CM ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દિલ્હી જશે. આજે દિલ્હીમાં ભાજપની લોકસભા ચૂંટણીને લઈ ઘોષણાપત્રની કમિટીની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દિલ્હી જશે. અહીં એ પણ મહત્વનું છે કે, આજની બેઠકમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના ઉમેદવારોની વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા થઈ શકે છે. 

ભારતીય જનતા પાર્ટી (BJP) લોકસભા ચૂંટણી-2024 (Lok Sabha Election 2024) માટે મોટા વચનો આપી શકે છે. ભાજપે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર BJPની ચૂંટણી ઢંઢેરા સમિતિની બીજી બેઠક 4 એપ્રિલે એટલે કે આજે થઈ શકે છે. ભાજપનો મેનિફેસ્ટો 'મોદીની ગેરંટી' થીમ પર હોઈ શકે છે. સૂત્રોએ સંકેત આપ્યો છે કે, ભાજપ તેના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને લઈને મોટા વચનો પણ આપી શકે છે.

વધુ વાંચો : ઉનાળો શરૂ થતા જ ભાવનગરના જળાશયો તળિયાઝાટક, BMC કર્યો પૂરતા પાણીનો દાવો, જુઓ શું કહી રહી છે જનતા

ખેડૂતોનો મુદ્દો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ખેડૂતોના સંગઠનો લાંબા સમયથી સરકાર પર MSP (લઘુત્તમ ટેકાના ભાવ), લોન માફી અને અગાઉના વિરોધ દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવા સહિતની અનેક માંગણીઓ સાથે સરકાર પર દબાણ કરી રહ્યાં છે. રહી હતી. આના પર કાબુ મેળવવા માટે ભાજપ પોતાના ઘોષણાપત્રમાં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો કરવાનું વચન પણ આપી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

CM ભૂપેન્દ્ર પટેલ ઘોષણાપત્ર ઘોષણાપત્ર કમિટી ભાજપ લોકસભા Lok Sabha Election 2024

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ