બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / As soon as summer begins, the water bodies of Bhavnagar are low
Last Updated: 09:45 AM, 4 April 2024
ADVERTISEMENT
Bhavnagar Water Problem : ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં તો પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. ભાવનગર શહેરમાં પણ પીવાના પાણીની અછતના એંધાણ દેખાઈ રહ્યા છે. જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે. તો વળી ટેન્કરથી પાણી વિતરણની માગ વધી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પ્રેશરથી પાણી નથી આવતું એટલું જ નહીં ટેન્કર પણ સમયસર નથી મળી રહ્યા.
ભાવનગર શહેરના મોટાભાગના જળાશયોના તળિયા દેખાઈ રહ્યા છે તો જિલ્લાના 13 ડેમમાંથી માત્ર 3 ડેમમાં 60થી 70 ટકા જેટલું પાણી છે જ્યારે અન્ય ડેમમાંઆ માત્ર 20 થી 35 ટકાજ પાણી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા ઊભી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ભાવનગર શહેરમાંઆ શેત્રુંજી, બોર તળાવ અને મહી પરીએજ યોજનામાંથી પાણી આપવામાં આવે છે.
ADVERTISEMENT
ભાવનગર શહેરમાં દૈનિક 175 MLD પાણીની જરૂરિયાત છે જેની સામે હાલ 170 MLD પાણી આવી રહ્યું છે. જોકે શહેરમાંઆ પાણીની ઘટ ઊભી થતાં મહી પરીએજ યોજનામાંથી 7થી 10 MLD વધારાનું પાણી લેવામાં આવશે તેવો દાવો અધિકારીઓ કરી રહ્યા છે. આ તરફ BMC અધિકારીઓ ના દાવામાં કેટલું સત્ય એ તો આવનારા દિવસોમાંઆ જ જાણવા મળશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.