બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Lok Sabha Election in Gandhinagar district in a peaceful atmosphere, under the guidance of District Election Officer
Last Updated: 12:11 AM, 4 April 2024
ગાંધીનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આદર્શ આચારસંહિતાની અમલવારી માટે વિવિધ ટીમ કાર્યવન્ત કરવામાં આવી છે. કોઇપણ રોકડ અને કિંમતી વસ્તુઓ જપ્ત થાય છે, તેના સુગમ ઉકેલ માટે જિલ્લામાં ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે.
ADVERTISEMENT

લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાની અમલવારી માટે જિલ્લામાં એફ.એસ.ટી અને એસ.એસ.ટી અને પોલીસ ટીમ સક્રિય કરવામાં આવી છે. સમગ્ર લોકસભા ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક, શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગના ચોક્કસ પોઇન્ટ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવે છે. આ ચેકિંગ દરમિયાન કયારેક કોઇપણ વાહન ચાલક કે વ્યક્તિ પાસેથી રોકડ અને કિંમતી વસ્તુઓ મળી આવે છે. જેને ટીમ દ્વારા જપ્ત કરવામાં આવે છે.
ADVERTISEMENT

વધુ વાંચો : રૂપાલા વિવાદમાં કડવા પાટીદારે ઝંપલાવ્યું, જ્યોતિ ટિલવાની 'જાગો'વાળી પોસ્ટ વાયરલ, કોમેન્ટનો વરસાદ
ADVERTISEMENT
આ જપ્ત થયેલ રોકડ કે કિંમતી વસ્તુઓની એફ.આઇ.આર કે ફરિયાદ વિના જપ્ત કરવામાં આવી હોય તો તે સમયે સાચી વ્યક્તિઓ કે જનતાની અસુવિધા ટાળવા માટે અને આ અંગેની કોઇપણ ફરિયાદ હોય તો તેના નિવારણ માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં’ ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના કન્વીનર તરીકે ખર્ચ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.મોદીની નિમણુંક કરવામાં આવી છે. આ પ્રકારની કોઇપણ વ્યક્તિ પોતાની ફરિયાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને સહ કન્વીનર સુદિપ ડી. શાહને મોબાઇલ નંબર – ૭૭૭૮૮૮૧૨૬૯ પર કરી શકશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.