બ્રેકિંગ ન્યુઝ
આ વાત કોઈનાથી છુપી નથી કે પૃથ્વીનું વધતું તાપમાન કેટલું જોખમી સાબિત થઈ શકે છે. જો કે, વધતા તાપમાનના કારણે આગામી સમયમાં મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે. વાસ્તવમાં આબોહવામાં પરિવર્તનને કારણે પૃથ્વીના પરિભ્રમણની ઝડપ પર અસર પડી રહી છે. આને કારણે ભવિષ્યમાં સમયમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકા જેવી જગ્યાઓએ બરફ ઝડપથી પીગળી રહ્યો છે, જેના પરિણામે સમુદ્રનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. બરફ પીગળવાથી અને જળસ્તરમાં વધારો થવાને કારણે પૃથ્વીના પરિભ્રમણની ઝડપ થોડી ધીમી થઈ રહી છે. જો કે, આપણો ગ્રહ હજુ પહેલાની સરખામણીમાં ઝડપથી ફરી રહ્યો છે. પરંતુ પૃથ્વીનું તાપમાન વધવાને કારણે પીગળી રહેલો બરફ સમયમાં થોડો ઘટાડો કરી શકે છે.
પૃથ્વીના પરિભ્રમણનાં દરની સમય પર થાય છે અસર
ADVERTISEMENT
નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગ પહેલાથી જ ગ્લોબલ ટાઇમકીપિંગને અસર કરી રહ્યું છે. વિશ્વભરમાં ઘડિયાળો અને સમય નક્કી કરવા માટે 'કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ' (UTC) નો ઉપયોગ કરવામાં આવે છે. UTC પૃથ્વીના પરિભ્રમણની ઝડપ દ્વારા નક્કી થાય છે. પરંતુ પૃથ્વીના પરિભ્રમણનો દર સ્થિર નથી, તેથી તેની અસર આપણા દિવસ અને રાત્રિની લંબાઈ પર સીધી રીતે પડી શકે છે.
જો પૃથ્વીના પરિભ્રમણની ગતિ ધીમી પડે છે, તો દિવસો લાંબા થઈ શકે છે. સમય નક્કી કરનાર ગ્લોબલ ટાઈમકીપર્સે 1970 થી વૈશ્વિક ઘડિયાળમાં 27 લીપ સેકન્ડ ઉમેર્યા છે. જો કે, હવે પહેલી વાર ટાઈમકીપર્સ વૈશ્વિક ઘડિયાળમાં 2026માં એક સેકન્ડ ઘટાડવાનું વિચારી રહ્યા છે. આ ઘટનાને 'નેગેટિવ લીપ સેકન્ડ' કહેવામાં આવે છે. જો કે, અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બરફ પીગળવાની ઝડપ ચોક્કસપણે ઓછી થઈ છે.
ADVERTISEMENT
સમયમાં બદલાવની શું અસર થશે?
અભ્યાસ અનુસાર, અત્યાર સુધી 'નેગેટિવ લીપ સેકન્ડ'નો ઉપયોગ ક્યારેય કરવામાં આવ્યો નથી. તેનો ઉપયોગ વિશ્વભરમાં કમ્પ્યુટર સિસ્ટમ માટે અભૂતપૂર્વ સમસ્યા ઊભી કરી દેશે.
ADVERTISEMENT
વધુ વાંચો: હીટવેવને લઇ IMDએ કર્યું એલર્ટ જાહેર, ગુજરાત સહિત આ રાજ્યો આવશે લૂની ઝપેટમાં, જાણો ઉપાય
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિસર્ચર ડંકન એગ્ન્યુએ જણાવ્યું કે, આ પહેલા ક્યારેય આવું નથી બન્યું અને એ સુનિશ્ચિત કરવાનો એક મોટો પડકાર છે કે ગ્લોબલ ટાઈમિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના તમામ ભાગો સમગ્ર વિશ્વમાં સમાન સમય દર્શાવે. લીપ સેકન્ડને લઈને ઘણા કોમ્પ્યુટર પ્રગ્રામ માને છે કે એ બધા પોઝિટીવ છે, એટલે આનું કોડિંગ ફરીથી કરવું પડશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.