બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મેં તમને ધારાસભ્ય બનાવ્યાં' ભરુચના સાંસદ મનસુખ વસાવા અને MLA દર્શના દેશમુખ વચ્ચે ચકમક ઝરી
Last Updated: 10:03 PM, 13 December 2025
નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. ભરૂચના સિનિયર સાંસદ મનસુખ વસાવાના ભ્રષ્ટ્રાચારના આક્ષેપો બાદ હલચલ તેજ બની જવા પામી છે. ભાજપના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે મૌન તોડ્યું હતું. અને સાંસદ મનસુખ વસાવા સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે.
ADVERTISEMENT
ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પ્રેસ કોન્ફરન્સને લઈ ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપમાં એકબીજા પર આક્ષેપોનો મારો થઈ રહ્યો છે. ગતરોજ રાજપીંપળાના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવા પર ગંભીર આક્ષેપ કર્યા હતા તેમજ માનહાનિનો દાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. સાંસદ મનસુખ વસાવાએ ફરી પ્રેસ કોન્ફરન્સ કરી ધારાસભ્ય દર્શના દેશમુખને જવાબ આપતા ભાજપનો અંદરો અંદરનો વિખવાદ સામે આવવા પામ્યો છે.
ADVERTISEMENT
નર્મદા જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થાય છેઃ ડૉ.દર્શના દેશમુખ
તા. 12 ડિસેમ્બરના રોજ ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખે જણાવ્યું હતું કે, તા. 7 ડિસેમ્બરના રોજ સાંસદ મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ નર્મદા જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. પરંતું મહિલા ધારાસભ્ય દ્વારા કોઈ નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મારી સાંઠગાંઠ હોવાનાં સંકેત આપ્યા હતા. જેને લઈ મારી બદનામી થઈ છે.
ADVERTISEMENT
ભ્રષ્ટ્રાચારની વાત સાંસદ સાબિત નહી કરે તો કોર્ટમાં જઈશ
વધુમાં સાંસદે જણાવ્યું હતું કે, સાંસદ મનસુખ વસાવા કહી રહ્યા છે કે મારી આપના ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે. તેમજ સાંસદ ભ્રષ્ટ્રાચારની વાત કરે છે તે સાબિત કરે. અને જો તેઓ ભ્રષ્ટ્રાચારનું સાબિત નહી કરે તો હું તેમની સામે માનહાનીનો દાવો કરીશ. અને કોર્ટમાં જવાનું હશે તો પણ હું જઈશ. તેમજ હું મનસુખ વસાવા સામે ધરણા પર બેસવાની હતી. પરંતું પ્રદેશમાંથી સૂચના મળતા આ કાર્યક્રમ રદ્દ કર્યો હતો.
ADVERTISEMENT

ચૈતર વસાવાએ ખર્ચને લઈ અધિકારીઓ પર દબાણ કર્યું ત્યારે ધારાસભ્ય મૌન રહ્યા હતા
ADVERTISEMENT
ડૉ.દર્શના દેશમુખ દ્વારા ગત રોજ યોજેલ પ્રેસ કોન્ફરન્સ બાદ દિલ્હીથી ભરૂચ પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ડૉ.દર્શના દેશમુખ અને ચૈતર વસાવા પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, કેવડીયા કોલીની ખાતે યોજાયેલ એકતા પરેડ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈ બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ પર ખર્ચને લઈ દબાણ કર્યું હતું. ત્યારે નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ મૌન રહ્યા હતા.

ADVERTISEMENT
વિવાદ કેમ થયો
તા. 7 ડિસેમ્બરના રોજ સાંસદ મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓઓ નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં થઈ રહેલ ભ્રષ્ટ્રાચારને લઈ આક્ષેપ કર્યા હતા. પરંતું નેતા દ્વારા કોઈ ભ્રષ્ટ્રાચાર કરનાર નેતાના નામ અંગે મૌન સેવ્યું હતું. મનસુખ વસાવાએ કહ્યું હતું કે, તેમના કેટલાક ડોક્ટરોની આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મિલીભગત છે. ડૉ. દર્શના દેશમુખને એમ લાગ્યું કે તેઓ તેમના વિશે કહી રહ્યા છે. જે બાદ સમગ્ર વિવાદનો મધપૂડો છેડાયો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં હવે પછી કેવી રહેશે ઠંડી? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડો.દર્શના દેશમુખને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી દબાયેલા રહેલા દર્શનાબેન હિંમત બતાવી છે અને સાંસદ સામે બોલ્યા છે જે અભિનંદનને પાત્ર છે. અમે તેમને ત્રણ વર્ષથી સહન કરીએ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.