બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં હવે પછી કેવી રહેશે ઠંડી? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

આગાહી / ગુજરાતમાં હવે પછી કેવી રહેશે ઠંડી? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

Vishal Khamar

Last Updated: 04:31 PM, 13 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસમાં ઠંડીને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે.

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તા. 16 ડિસેમ્બરથી ઠંડીમાં ઘટાડો થશે. તેમજ પંચમહાલ, ગાંધીનગર, કચ્છ, રાજકોટ, જૂનાગઢમાં ઠંડીનું પ્રમાણ રહેશે.

15 ડિસેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે

રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી સુધીનું રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન 15 થી 20 ડિગ્રી સુધીનું રહેશે. 15 ડિસેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. એક પછી એક પશ્ચિમ વિક્ષેપ દેશના ઉત્તરીય પ્રદેશ તરફ આવશે. 17 થી 19 ડિસેમ્બર દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેશે. 22 ડિસેમ્બર બાદ ફરી ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે.

ગુજરાતમાં ફુલગુલાબી ઠંડી પડી રહી છે પણ ડિસેમ્બરમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી પડતી હોય છે. જોકે આ વર્ષે હવામાનમાં અનેક બદલાવને કારણે ઠંડીની અસરમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. જેમાં કોઇ દિવસ એકદમ હાડ થીજવી દે તેવી ઠંડી પડે તો કોઇ દિવસ સામાન્ય ઠંડીનો અહેસાર રાજ્યમાં થઈ રહ્યો છે. આ બધાનું મુખ્ય કારણ અલગ-અલગ સાઇક્લોનિક સિસ્ટમ અને પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) છે. જોકે અહીં સૌથી મોટી ચિંતા શિયાળુ પાકની ખેતી કરતાં ખેડૂતોને છે.

શું કહી રહે છે હવામાન નિષ્ણાંતો ?

હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, આ વર્ષનો શિયાળો થોડો અજીબ રહેશે. જેમ ચોમાસામાં શરૂઆત વહેલી, વચ્ચે વિરામ આવ્યો અને અંતે ભારે વરસાદ થયો તેવી જ રીતની પેટર્ન ઠંડીમાં પણ જોવા મળી શકે છે. એટલે કે ઠંડી આવશે પણ વચ્ચે થોડો ઘટાડો અને ફરી વધારો જોવા મળી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ માર્ચ મહિના સુધી ઠંડીની અસર રહેવાની શક્યતા છે.

તો શું ગુજરાતમાં વરસાદ પડશે?

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર મુજબ હાલમાં ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહ્યું છે. આગામી 18 ડિસેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી, એટલે કે રાજ્યમાં હવામાન સૂકું અને ઠંડુ જ રહેશે.

આ પણ વાંચોઃ રાજ્યમાં એકસાથે 29 તલાટીઓની બદલી, એ પણ એક જ જિલ્લામાં, જાણો કેમ

હવે જાણો ક્યાં કેટલું તાપમાન?

શુક્રવારના તાપમાન પર નજર કરીએ તો ગુજરાતમાં સૌથી ઠંડું સ્થળ નલિયા રહ્યું, જ્યાં લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 13.1, વડોદરામાં 12.8, રાજકોટમાં 12, અમરેલીમાં 10.4 અને ગાંધીનગરમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય શહેરોમાં પણ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે હજુ સુધી કોઈ તીવ્ર ઠંડી પડી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department Weather Weather Expert
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ