બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Citizens now have to seek permission from the municipal system before removing construction

મહત્વના સમાચાર / હવેથી હયાત બાંધકામને દૂર કરતા પહેલાં અમદાવાદના નાગરિકોએ ફરજિયાત કરવું પડશે આ કામ, નહીં તો...

Kishor

Last Updated: 06:51 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવેથી હયાત બાંધકામને દૂર કરવાની કામગીરી શરૂ કરવાના સાત દિવસ પહેલાં જે તે ઝોનલ કચેરીના એસ્ટેટ - નગર વિકાસ ખાતામાં દૂર કરવાના લેખિતમાં જાણ કરવાની રહેશે.

  • બાંધકામને આડેધડ તોડી નાખનારા સામે તંત્રની લાલ આંખ
  • બાંધકામ દૂર કરતાં પહેલાં નાગરિકોએ હવે મ્યુનિસિપલ તંત્રની પરવાનગી લેવી પડશે
  • મ્યુનિ. તંત્રની સૂચનાઓનું પાલન ન કરનાર અરજદાર સામે પોલીસ ફરિયાદ પણ કરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર વિકાસ વિભાગ દ્વારા આજે બહાર પડાયેલી જાહેર નોટિસ મુજબ હવેથી હયાત બાંધકામને દૂર કરવાની કામગીરી શરૂ કરવાના સાત દિવસ પહેલાં જે તે ઝોનલ કચેરીના એસ્ટેટ - નગર વિકાસ ખાતામાં દૂર કરવાના બાંધકામના ફોટોગ્રાફ્સ સહિત ફ્લોર, તેનો ઉપયોગ વગેરેની વિગતો સહિત લેખિતમાં જાણ કરવાની રહેશે. કોર્પોરેશનના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત કેટલાક લોકો દ્વારા થતી આડેધડ રીતે હયાત બાંધકામને તોડી નાખવાની પ્રવૃત્તિ સામે લાલ આંખ કરાઈ છે, જેના કારણે તંત્રના નિયમોને ઘોળીને પી જનારા આવા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

તક્ષશિલામાં લાગેલી આગ મામલે સતત ચોથા દિવસે મનપા દ્વારા ડીમોલેશન કામગીરી  યથાવત | Surat-Taksashila-fir- case: Demolition-Operations-Unsurpassed

રાતોરાત કરાતી ડિમોલિશનની પ્રવૃત્તિ પર અંકુશ મુકાશે
આ જાહેર નોટિસમાં સૌથી પહેલી જોગવાઈ હયાત બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરતા પહેલાં સાત દિવસ અગાઉ તંત્રને જાણ કરવાની થાય છે. એટલે રાતોરાત કરાતી ડિમોલિશનની પ્રવૃત્તિ પર અંકુશ મુકાશે.ડિમોલિશનની પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં અને ડિમોલિશન દરમિયાન પ્લોટની દરેક બાજુએ દૂર કરવાના બાંધકામની સાપેક્ષમાં પર્યાપ્ત ઊંચાઈ સુધીની પતરાંની વાડ, પડદા, વિન્ડશીલ્ડ તેમજ બહુમાળી બિલ્ડિંગમાં ઉપરના માળનાં બાંધકામને દૂર કરવાની કામગીરી સમયે ચારે બાજુ નેટ સેફ્ટીની વ્યવસ્થા સલામતીના હેતુથી કરવાની રહેશે.આવી કામગીરી સાથે સંકળાયેલાં તમામ વ્યક્તિ-મજૂરોને સેફ્ટી હેલ્મેટ, સેફ્ટી બૂટ, હેન્ડ ગ્લવ્ઝ વગેરે જે તે માલિક કે કોન્ટ્રાક્ટરો દ્વાર પૂરા પાડવાના રહેશે. હયાત બાંધકામને દૂર કરવાની કાર્યવાહી દરમિયાન જાહેર માર્ગ કે અવરજવરના રસ્તા ઉપરના વાહન વ્યવહાર કે પગપાળા અવરજવર કરતા રાહદારીને અડચણ ઊભી ન થાય તેની પૂરતી કાળજી રાખવાની રહેશે. બાંધકામનાં ડિમોલિશનની કામગીરી શરૂ કરતા પહેલાં આ કામગીરી સંદર્ભે ચેતવણી દર્શાવતાં સાઇન-બોર્ડ જેમ કે ડિમોલિશન વર્ક ઇન પ્રોગ્રેસ, ડેન્જર, કોશન વગેરે જાહેર રસ્તા પરથી લોકો સહેલાઈથી જોઈ શકે તે મુજબ પ્રસિદ્ધ કરવાનાં રહેશે.

અરજદાર સામે કાનૂની કાર્યવાહી કરાશે
બેઝમેન્ટની ડિમોલિશનની કામગીરી દરમિયાન સલામતીને ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે શોરિંગ કે શટરિંગ વગેરે કરવામાં આવે તેની તકેદારી રાખવાની રહેશે.આમાં સૌથી વધુ મહત્ત્વની બાબત એ છે કે હયાત બાંધકામને દૂર કરતી વખતે અરજદાર દ્વારા આ તમામ જોગવાઈનું ચુસ્ત રીતે પાલન કરવું જરૂરી છે. અન્યથા મ્યુનિ. તંત્ર દ્વારા જીપીએમસી એક્ટ ૧૯૪૯ની કલમ ૨૪૮ (૧) હેઠળ કામ અટકાવી દેવાશે તેમજ અરજદાર સામે કાનૂની કાર્યવાહી કરવા પોલીસને જાણ કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ