બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Chinese Army Hands Over Missing Arunachal Teen To Indian Army: Minister

LAC / BIG NEWS : અરુણાચલમાંથી લાપત્તા કિશોરને ચીની સેનાએ ભારતને સોંપ્યો, કેન્દ્રીય મંત્રી રિજ્જુની જાહેરાત

Hiralal

Last Updated: 02:57 PM, 27 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત દિવસોમાં અરુણાચલ પ્રદેશમાં લાપત્તા થયેલા કિશોર મિરામને ચીની સેનાએ ભારતને સોંપી દીધો હોવાની માહિતી કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ આપી છે.

  • અરુણાચલમાં લાપત્તા કિશોર મિરામ મળી આવ્યો
  • ચીની સેનાએ ભારતને સોંપ્યો
  • કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ માહિતી આપી
  • 18 જાન્યુઆરીએ અરુણાચલમાંથી મિરામ લાપત્તા થયો હતો 

કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ ગુરુવારે ટ્વિટ કરીને એવી માહિતી આપી કે  ગત દિવસોમાં લાપત્તા થયેલા અરુણાચલ પ્રદેશના લાપત્તા કિશોરને ચીની સેનાએ ભારતને સોંપી દીધો છે. 

ચીની સેનાએ એલએસી નજીકના વાચામાં ભારતને સોંપ્યો યુવાન 
સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર યુવકને એલએસી નજીક કિબૂથની પાસે વાચામાં (જ્યાં ભારત અને ચીન વચ્ચે બોર્ડર સંબંધિત મીટિંગ થાય છે)માં ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવ્યો હતો. યુવકનો કોરોના સહિત બીજા ટેસ્ટ કરાયા હતા અને તમામ પ્રક્રિયાઓના પાલન બાદ તેને ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવ્યો હતો. 

ચીને અરુણાચલના મિરામની અટકાયત કરી હતી 

મિરાજ નામનો યુવાન અરુણાચલપ્રદેશમાં લાપત્તા થયો હતો. ચીને તેનું અપહરણ કર્યું હોવાનો આરોપ લાગ્યો હતો. ભારતીય આર્મી અને ચીનની સેના વચ્ચે આ  મુદ્દે હોટલાઈન પર વાતચીત થઈ હતી અને ચીની સેનાએ યુવાનને સોંપવા અંગે સકારાત્મક જવાબ આપ્યો હતો. હવે ચીની સેનાએ યુવકને ભારતને સોંપી દીધો છે. 

શું છે મામલો 
મિરામ તારોન નામનો યુવાન અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાંથી 18 જાન્યુઆરીએ લાપત્તા થયો હતો. કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે ચીની સેનાએ મિરામને અટકાયતમાં લીધો છે. છોકરાના ગુમ થયા બાદ ભારતીય સેનાએ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) પાસે મદદ માંગી હતી. વાસ્તવિક નિયંત્રણ રેખા પર આવેલા એક ગામનો રહેવાસી આ છોકરો કથિત રીતે ત્સાંગપો નદી પાર કરીને ચીનની બાજુમાં જતો રહ્યો હતો, ત્યારબાદ તેને ચીની સેનાએ પકડી લીધો હતો. ત્સાંગપો નદી જ્યારે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે ત્યારે તેને સિયાંગ કહેવામાં આવે છે અને આસામમાં પ્રવેશ કરતી વખતે બ્રહ્મપુત્રા નદીમાં પ્રવેશ થાય છે. સંરક્ષણ સૂત્રોએ બાદમાં અરુણાચલ પ્રદેશથી ગુમ થયેલા કિશોર મિરામ તરૌન વિશે ચીનના સંરક્ષણ અધિકારીઓને માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે છોકરાના ગુમ થવાની માહિતી મળતાં જ ભારતીય સેનાએ તરત જ હોટલાઇનની સ્થાપિત વ્યવસ્થા દ્વારા પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)નો સંપર્ક કર્યો હતો. તેમને કહેવામાં આવ્યું કે જે છોકરો જડીબુટ્ટીઓ લેવા ગયો હતો તે રસ્તામાં ભટકી ગયો છે અને તે શોધી શકતો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ