બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / china released white paper on coronavirus first case and infection covid 19

Coronavirus / ચીને જાહેર કર્યું શ્વેતપત્ર, કહ્યું ક્યાં અને ક્યારે આવ્યો કોરોના વાયરસનો પહેલો કેસ

Mehul

Last Updated: 07:43 PM, 7 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં જારી છે. ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાયરસ અમેરિકા સહિત આખી દુનિયામાં ફેલાઇ ચૂક્યો છે. સ્થિતિ એવી બની છે કે એકલા અમેરિકામાં એક લાખથી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોના વાયરસને લઇને અમેરિકા શરૂઆતથી સતત ચીન પર આરોપ લગાવી રહ્યું છે કે ચીને જાણી જોઇને આખી દુનિયામાં વાયરસ ફેલાવા દીધો. ત્યારે ચીને એક શ્વેતપત્ર જાહેર કર્યો છે.

  • ચીનથી ફેલાયેલો કોરોના વાયરસ અમેરિકા સહિત આખી દુનિયામાં ફેલાઇ ચૂક્યો છે
  • ચીને કહ્યું- પોતે નિર્દોષ છે, કોરોનાનો પહેલો મામલો વુહાનમાં 27 ડિસેમ્બરે સામે આવ્યો

નોંધનીય છે કે કોરોના વાયરસના પ્રસારના સમાચાર વિલંબથી આપવાના આરોપોથી ઘેરાયેલા ચીને રવિવારે એકવાર ફરી ખુદને નિર્દોષ બતાવ્યું અને કહ્યું કે કોરોનાનો પહેલો મામલો વુહાનમાં 27 ડિસેમ્બરે સામે આવ્યો હતો. જ્યારે નિમોનિયા અને માનવથી માનવમાં સંક્રમણ ફેલાવા વિશે 19 જાન્યુઆરીએ જાણવા મળ્યું. ચીને એમ પણ જણાવ્યું કે તેના પર અંકુશ લગાવવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવાઇ હતી. 

સમાચાર એજન્સી પીટીઆઇએ ચીની મીડિયાના હવાલાથી એક રિપોર્ટમાં જણાવ્યું કે ચીન સરકાર દ્વારા જારી શ્વેતપત્રમાં વુહાનમાં ગત વર્ષે કોરોના વાયરસના કેસ આવવાની જાણકારી છુપાવા અને તેના વિશે વિલંબથી સમાચાર આપવાના આરોપોને ફગાવતા વિસ્તૃતમાં વર્ણન કરવામાં આવ્યું છે. 

શ્વેતપત્ર અનુસાર વુહાનમાં 27 ડિસેમ્બર 2019એ એક હોસ્પિટલ દ્વારા કોરોના વાયરસની ઓળખ કર્યા બાદ સ્થાનીય સરકારે સ્થિતિને જોવા માટે એક્સપર્ટ્સની મદદ લીધી છે. શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ (NHC) દ્વારા ગઠિત એક ઉચ્ચસ્તરીય વિશેષજ્ઞ ટીમે 19 જાન્યુઆરીએ પહેલીવાર પુષ્ટી કરી કે આ માનવીથી માનવીમાં ફેલાઇ શકે છે. 

ચીનના અગ્રણી શ્વસન રોગ એક્સપર્ટ વાંગ ગુઆંગફાએ કહ્યું કે 19 જાન્યુઆરીથી પહેલા આ વિશે પુરતા પુરાવા નહોતા કે વાયરસ માનવીથી માનવીમાં ફેલાઇ શકે છે. શ્વેતપત્રમાં ચીનની તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોરોના વાયરસના માનવીથી માનવીમાં ફેલાવા વિશે જાણવા મળ્યું તો તેની રોકથામ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. 

નોંધનીય છે કે કોરોના વાયરસની મહામારીમાં ચીનની ભૂમિકાને લઇને પહેલાથી જ ઘણા દેશ આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી ચૂક્યા છે. ચીન પર દુનિયાભરના દેશોની આશંકા વધી રહી છે. અમેરિકા શરૂઆતથી જ ચીન પર કાર્યવાહીની ધમકી આપી રહ્યું છે. ચીનને કારણે જ અમેરિકાએ WHOએ થી અલગ થઇ ચૂક્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

China Coronavirus White Paper World News કોરોના વાયરસ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ