બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / China launches 3 astronauts space station Shenzhou 14

શેનઝોઉ-14 / ચીન બનાવી રહ્યું છે પોતાનું સ્પેસ સ્ટેશન, કામ પૂર્ણ કરવા માટે અંતરિક્ષમાં મોકલ્યા 3 એસ્ટ્રોનૉટ્સ

Published By: Hiren

Last Updated: 08:45 PM, 5 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીન પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે, જેનું કામ હજુ અધૂરું છે. રવિવારે ચીનના 3 એસ્ટ્રોનૉટ્સને આ કામને પૂર્ણ કરવા માટે અંતરિક્ષમાં મોકલ્યા છે. અહીં તે કામ કરશે અને છ મહિના સુધી રહેશે, કારણ કે સ્પેસ સ્ટેશન હવે એડવાન્સ સ્ટેજમાં પહોંચી ચૂક્યું છે.

  • ચીન બનાવી રહ્યું છે પોતાનું સ્પેસ સ્ટેશન
  • કામ પૂર્ણ કરવા માટે અંતરિક્ષમાં મોકલ્યા 3 એસ્ટ્રોનૉટ્સ
  • 2021માં બનવાનું શરૂ થયું હતું સ્પેસ સ્ટેશન

શેનઝોઉ-14 અંતરિક્ષ યાનને લઇ જનારા એક લૉન્ગ માર્ચ-2 એફ રૉકેટ રવિવારે સ્થાનિક સમયાનુસાર સવારે 10:44 વાગ્યે ગાંસુના ઉત્તર-પશ્ચિમી પ્રાંતમાં જિઉક્વાન સેટેલાઇટ લૉન્ચ સેન્ટરથી છોડવામાં આવ્યું. શેનઝોઉને ચીની ભાષામાં ડિવાઇન વેસલ કહેવામાં આવે છે.

કામ પૂર્ણ કરવા માટે અંતરિક્ષમાં મોકલ્યા 3 એસ્ટ્રોનૉટ્સ

આ મિશનના કમાન્ડર છે ચેન ડોંગ, જેના સાથે લિયૂ યાંગ અને કૈયી જુજે પણ છે. આ ત્રણેય તિયાન્હે પર છ મહિના વિતાવશે. 43 વર્ષના ચેન, 2016માં શેનઝોઉ 11 મિશન પર ગયા હતા, તેનું આ બીજુ મિશન છે અને કમાન્ડર તરીકે આ પહેલું. 43 વર્ષની લિયૂ 2012માં શેનઝોઉ 9માં અંતરિક્ષમાં જનારી ચીનની પહેલી મહિલા બની હતી, આ તેમની બીજી યાત્રા છે. જ્યારે 46 વર્ષના કૈયી, પહેલી વખત અંતરિક્ષની યાત્રા કરી રહ્યા છે.

2021માં બનવાનું શરૂ થયું હતું સ્પેસ સ્ટેશન

શેનઝોઉ-14 ચાલક દળના ચાર મિશનોમાંથી ત્રીજુ અને કુલ 11 મિશનોમાંથી સાતમું મિશન છે. તેની મદદથી આ વર્ષના અંત સુધી અંતરિક્ષ સ્ટેશન પર કામ પૂર્ણ કરી લેવામાં આવશે. ચીને એપ્રિલ 2021માં તિહાન્હેના પ્રક્ષેપણની સાથે, પોતાના ત્રણ-મૉડ્યૂલ વાળા સ્પેસ સ્ટેશનનું નિર્માણ કરવાનું શરૂ કર્યું હતું. તિયાન્હેનો આકાર એક બસથી નાનો મોટો છે. તેની લંબાઈ 16.6 મીટર છે. T-આકારનું સ્પેસ સ્ટેશન પૂર્ણ થયા બાદ, તિયાન્હે અંતરિક્ષ યાત્રિઓના રહેવા માટે ક્વાર્ટર બનાવશે.

સ્પેસ સ્ટેશન એક દાયકાના હિસાબથી કરાયું છે ડિઝાઇન

શેનઝોઊ-14 બાદ, બાકી 2 મૉડ્યૂલ-લેબોરેટરી કેબિન વેન્ટિયન અને મેન્ગટિયન જુલાઈ અને ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવશે. ચીનના સ્પેસ સ્ટેશન એક દાયકાના હિસાબથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું વજન 180 ટન હશે. દ્રવ્યમાનના હિસાબથી આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો લગભગ 20 ટકા હશે.

સંકળાયેલા મુદ્દાઓ

China Space Station ચીન સ્પેસ સ્ટેશન China space station

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ